________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૨૧
-
-
આ મુનિએ મેં મોરનો શિકાર કર્યો તે જોયું હશે? ન જોયું હોય તોપણ તેમણે આડકતરો નિર્દેશ તો કર્યો જ છે અને તેઓ કહે છે તે પણ બરાબર છે. જીવદયા ધર્મની માતા જ છે.” રાજાના અંતરના ભાવ જાણીને મુનિએ તેને વધુ ધર્મ-પ્રેરણા આપી. રાજાએ તરત જ તેમની પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો.
શ્રાવક બની મહેલમાં પાછા ફરેલા રાજા પૃથ્વીપાળે જાળ, ધનુષ્યબાણ જેવાં જીવહિંસાનાં તમામ સાધનો બાળી નાખ્યાં. ઉપરાંત પર્વના દિવસોએ દળવું, ખાંડવું, ધોવું, પીસવું વગેરે બંધ કરાવ્યું. આમ અનેક રીતે શ્રાવક ધર્મનું પાલન કરતાં કરતાં રાજા મૃત્યુ પામીને વિશાળપુર નગરમાં સુનંદ નામે ખૂબ જ શ્રીમંત અને ધનાઢ્ય વેપારી થયો.
મોરનો જીવ પણ વિશાળપુર નગરમાં જ મનુષ્યભવ પામ્યો હતો. તે રાજાનો સેવક હતો. આ સેવકે સુનંદ વેપારીને એક દિવસ જોયો. પૂર્વભવના સંસ્કારથી સનંદને જોતાં જ સેવકના મનમાં તેની હત્યા કરવાનો વિચાર આવ્યો, અને તે દિવસથી સેવક સુનંદની હત્યાની તક જોવા લાગ્યો.
થોડા દિવસો બાદ સેવકે રાણીનો રત્નાહાર ચોરી લીધો. આ ચોરેલો હાર લઈ તે સુનંદ પાસે ગયો. અગાઉથી તેણે બધી પાકી માહિતી ભેગી કરી લીધી હતી. અને તે જ પ્રમાણે તે બધાં પગલાં ભરતો હતો, જેથી સુનંદની હત્યાનો આરોપ પોતાના માથે ન આવે અને હત્યા થઈ જાય.
સુનંદે તે દિવસે પૌષધ લીધો હતો. પૌષધશાળામાં સુનંદ એકલો જ હતો અને આંખ બંધ કરી સ્થિર ચિત્ત અને સ્થિર શરીરે પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતો હતો. સેવકે રાણીનો ચોરેલો હાર કાળજીપૂર્વક સુનંદના ગળે પહેરાવી દીધો.
આ બાજુ રાણીને રત્નહાર ગુમ થયાની ખબર પડી. તેણે હાર માટે કાગારોળ કરી મૂકી. સેવકોએ મહેલનો ખૂણેખૂણો શોધી જોયો. ક્યાંય રત્નાહાર ન મળ્યો. રાજાએ તરત જ સેવકોને ઘરે ઘરમાં જડતી લેવા મોકલી દીધા. મયૂરના જીવવાળો સેવક અને બીજા સેવકો પણ રત્નાહારની શોધમાં નીકળ્યા. આ સેવક બીજા સેવકોની સાથે પૌષધશાળામાં આવ્યો. ત્યાં સૌએ સુનંદ શ્રાવકને ધ્યાનમાં ઊભેલો જોયો અને સાથોસાથ તેના ગળામાં પહેરેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org