________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૨૩
કરતાં કરતાં તેઓ વિશાળપુર નગરીમાં પધાર્યા. પેલો મયુરનો જીવ સેવક તેમને જોઈ દુષ્ટ ધ્યાન ધરવા લાગ્યો. આ સમજી કેવળીએ તેને ઉદેશીને કહ્યું:
“તું પૂર્વભવે મયૂર હતો અને મારા છોડેલા બાણથી તું મૃત્યુ પામ્યો હતો. હવે તું મનુષ્ય-ભવ પામ્યો છે, તો સંસારમાં રઝળાવતી દુષ્ટતાનો તું ત્યાગ કર.”
આ સાંભળી સેવકને જાતિસ્મરણ-જ્ઞાન થયું અને નિખાલસપણે તેણે રત્નાહારની ચોરીની વાત બધાને જણાવી અને ખમાવીને પોતે દીક્ષા લીધી. વિશાળપુરના રાજાએ પણ ધર્મ અંગીકાર કર્યો અને પર્વતિથિએ પૌષધ કરવા લાગ્યો.
આમ, જે ભવ્ય જીવો આનંદથી પૌષધવ્રતથી પર્વની આરાધના કરે છે અને અંતરમાંથી ધર્મપર્વોને ત્યજતા નથી તેઓ સર્વસંપત્તિ પામે છે.
આવ્યો શરણે તમારા જિનવર! કરજો આશ પૂરી અમારી નાવ્યો ભવપાર મહારો તુમવિણ જગમાં સાર લે કોણ હારી ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી પાયો તુમ દર્શનાએ ભવ ભવ ભ્રમણા નાથ! સર્વે અમારી
ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી ઉધ્યરત્નની વાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org