________________
જૈન શાસનના ચમકતા. સિતારા ૦ ૨૮૮
કાર્તિક પૂર્ણિમા પછી ચઉવિહાર ઉપવાસ, સંપૂર્ણ મૌનવ્રત, નવકાર મંત્ર અને શત્રુંજયનું ધ્યાન અને પદયાત્રા કરતાં શ્રી સિદ્ધાચળનાં પાવન દર્શન કરીને ધન્ય બનીશ. ત્યાં સુધી મારે આહારપાણી તાજ્ય.
માણેક શાહની પ્રતિજ્ઞાના આ શબ્દો સુણીને આખી સભા સ્તબ્ધ બની ગઈ. ‘આટલી કઠોર પ્રતિજ્ઞા! આટલી મહાન સાધના! ધન્ય, ધન્ય!' શ્રોતાઓ પોકારી ઊઠ્યા. ગુરુદેવે માણેક શાહને સાવધાન કર્યા, ‘પ્રતિજ્ઞા સ્વીકાર કરતાં પૂર્વે ચોતરફનો વિચાર કરી લો. પાલિતાણા અહીંથી અતિદૂર છે. આગ્રા, મારવાડ, ગુજરાત અને તે પછી સૌરાષ્ટ્રમાં પાલિતાણા. અન્ન, જળ વિના ચાલતા તમે કેવી રીતે પહોંચી શકશો? રસ્તામાં અનેક વિજ્ઞો આવશે. જરૂર તમારી ભાવના ઊંચી છે પણ પરિસ્થિતિ વિચારણા માંગી લે તેવી છે.’
‘ગુરુદેવ! આપ જેવા સમર્થ સૂરિદેવના આશીર્વાદ મારી સાથે હોય પછી મારે શેની ચિંતા? ગુરુદેવ! પ્રતિજ્ઞા આપો.’
માણેક શાહનો દૃઢ સંકલ્પ જોઈ પૂજ્ય આનંદવિમલ સૂરીશ્વરે સકલ સંઘ વચ્ચે તિર્થાધિરાજની પ્રતિજ્ઞા આપી.
માણેક શાહે ગિરિરાજ જવા આગ્રાથી પ્રયાણ આરંભ્યું. આગ્રાના સંઘે તેમને સ્નેહભરી વિદાય આપી.
ઇતિહાસના કોઈ પણ પાને ન જડે એવી યાત્રાના પંથે માણેક શાહનાં કદમ આગે બઢતાં જાય છે. તીર્થયાત્રીઓના હજારો સંઘોની વાતો તો સાંભળી છે, એકાસણા સાથે છરી પાળતા સંઘની વાતો પણ સાંભળી છે, પરંતુ અન્નજળ વગરની પદયાત્રાવાળો આવો તીર્થયાત્રાનો ભીષ્મ પ્રસંગ દુનિયામાં શોધવા જાઓ તોયે મળે તેમ નથી. તીર્થયાત્રાની તવારીખમાં પ્રાયઃ માણેક શાહની યાત્રા આશ્ચર્ય જેવી લાગશે.
પાલનપુરથી નજીક મગરવાડાની પાસેના જંગલમાં માણેક શાહ ઝડપભેર આગળ વધી રહ્યા છે. મનમાં ગિરિરાજનું ધ્યાન છે. અજબ મસ્તી સાથે એક પછી એક કદમ ધરતી પર પડી રહ્યાં છે. ત્યારે કોઈ ડાકુઓએ તેમને ઘનઘોર જંગલમાંથી પસાર થતા જોઈ લીધા. આની પાસે ચોક્કસ કોઈ માલ-મિલકત હશે એમ માની ડાકુના સરદારે બૂમ મારી! ‘ઊભો રહે વાણિયા..! એક ડગ પણ આગળ ન વધીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org