________________
જૈન શાસનના ચમકતા સિતારા : ૨૮૯
શત્રુંજય ગિરિરાજના ધ્યાનમાં એકલીન બનેલા માણેક શાહે ડાકુના પડકારને ન સાંભળ્યો. તેઓ આગળ વધતા રહ્યા. ડાકુઓ નાગી તલવાર સાથે માણેક શાહની ચારે બાજુ આવી ગયા. તડતડતડ તલવારો માણેકશાહ પર ઝીંકાઈ. “જય શત્રુંજય'ના નાદ સાથે માણેક શાહની કાયા ત્યાં ને ત્યાં ઢળી પડી. શરીરના ભાગ જુદા થઈ ગયા, મસ્તક અને પગ-ધડ જુદા.
શત્રુંજયના પાવન ધ્યાનમાં અવસાન પામેલા માણેક શાહ બીજા ભવમાં વ્યંતરનિકાયના પક્ષ જાતિના ઈન્દ્ર બન્યા. એ જ આપણા શ્રી માણિભદ્રવીર.
ધર્મના કહેવાતા ઠેકેદારમાં ઈર્ષ્યા ભારોભાર ભરી હોય છે. ધર્મના સ્વાંગમાં પોતાની ઈચ્છાપૂર્તિ માટે તે જે કરવું પડે તે બધું કરી છૂટે છે. પોતાની સામે આવનાર અન્યને તે સહન કરી શકતો નથી.
માણેક શાહના જીવનમાં પરમાત્મભક્તિના વિરોધનાં વાવાઝોડાં ફૂંકનાર કડવામતી સાધુઓને જ્યારે ખબર પડી કે માણેક શાહ પુનઃ પ્રભુના શ્રેષ્ઠતમ ભક્ત બન્યા છે ત્યારે તેમણે નિર્ણય કરી લીધો કે અમારા ભક્તનું મન-પરિવર્તન કરનાર મુનિઓને કાળઝાળની જાળમાં સપડાવવા પડશે; અને તેમણે શરૂ કર્યું ભૈરવદેવનું ધ્યાન. તેમની પ્રસન્નતા માટે તાંત્રિક-માંત્રિક પ્રયોગો ચાલુ કર્યા. અંતે ભૈરવદેવ હાજરાહજૂર થયા અને સાધુઓને પૂછ્યું, “શાને યાદ કર્યો મને, મુનિઓ? જે હોય તે કહી દો.'
એક મુનિએ કહ્યું, “આચાર્ય આનંદવિમલસૂરિના સાધુઓને ખતમ કરી દો.” કડવામતી સાધુઓનો આ આદેશ સાંભળી ક્ષણ તો ભૈરવદેવ આશ્ચર્ય પામ્યા. આટલી નિમ્ન કક્ષાએ ઊતરી ગયા આ સાધુઓ? પોતાનાથી વિપરીત માન્યતાઓવાળા તરફ આટલો બધો ખતરનાક દ્વેષ? પણ માંત્રિક શક્તિથી બંધાયેલા ભૈરવદેવે ‘તથાસ્તુ' કહી વિદાય લીધી.
ચોમાસુ પૂરું થતાં આચાર્યશ્રી આનંદવિમલસૂરિશ્વરજી વિહાર કરવા માટેની તૈયારી કરતા હતા ત્યાં એકાએક તેમના એક નવજુવાન મુનિવર અચાનક ચીસ સાથે ઢળી પડ્યા. મુનિનો કરુણ અવાજ સાંભળી બધા જ મુનિઓ દોડી આવ્યા. શ્રીસંઘને સમાચાર મળતાં જ ઘણા શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રયમાં આવી પહોંચ્યાં. સિદ્ધ હસ્તવૈદ્યોને બોલાવ્યા. કીમતી દવાઓ આપવામાં આવી ૧. એક જાતના દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org