________________
જૈન શાસનના ચમકતા સિતાર • ૨૯૮
રાજાએ મુનિને મારી નાંખવા કેટલાક મારાઓ મોકલ્યા.
મુનિ બળભદ્ર ઉપર તોળાયેલી આ આપત્તિની પેલા સિદ્ધાર્થ દેવમિત્રને ખબર પડી. આથી તેણે હજાર સિંહો વિદુર્ગા. એ સિંહોથી ભય પામી રાજાના મારાઓ ભાગી ગયા. આ પ્રસંગથી મુનિનું નામ નૃસિંહ પડ્યું.
નૃસિંહમુનિ યા બળભદ્ર મુનિની દેશના સાંભળવા પશુ-પંખીઓ પણ આવતાં. અનેક જંગલી પશુઓ તેમની ધર્મવાણી સાંભળી અહિંસક જીવન જીવવા લાગ્યાં. આમાં એક મૃગ પણ હતો. મુનિના પૂર્વભવનો તે મિત્ર હતો. તેને જાતિસ્મરણ જ્ઞાન થયેલું.
આ મૃગ નૃસિંહ મુનિની અદ્ભુત ભક્તિ કરતો. નજીકમાં કોઈ સાર્થવાહ આવે તો તે મૃગ મુનિને સાર્થવાહ પાસે લઈ જતો અને તે ગોચરીનો યોગ કરાવી આપતો.
એ જ પ્રમાણે એક દિવસે મુનિને ગોચરી માટે તે મૃગ એક સાર્થવાહ કે જે ઝાડનાં લાકડાં કાપતો હતો તેની પાસે સંજ્ઞાથી લઈ ગયો. ઝાડ ઉપરથી ઊતરી સાર્થવાહ જમવા માટે નીચે ઊતર્યો હતો. ત્યાં મુનિરાજ ગોચરી માટે પધાર્યા. બહુ રાજી થઈ ભક્તિભાવથી સાર્થવાહે મુનિરાજને ગોચરી વહોરાવી. આ જોઈ મૃગ વિચારે છે, “હું કોઈક પાપના ઉદયથી પશુ બન્યો છું. હું મનુષ્ય હોત તો મેં પણ સાધુઓને ગોચરી વ્હોરાવાનો લહાવો લીધો હોત. હું પાપી છું અને તેથી જ મૃગ થયો છું. - કાળ પણ પોતાનો ભાગ ભજવે છે. આ મૃગ, બળભદ્ર મુનિરાજ અને કઠિયારો - આ ત્રણે ઝાડની ઓથે ઊભા છે. ત્યાં જોરશોરથી પવન ફૂંકાયો. ઝાડ હચમચી ઊઠ્યું અને થોડું કપાયેલું ઝાડ પવનના જોરથી તૂટીને આ ત્રણે ઉપર પડ્યું. વજનદાર ઝાડ પડતાં જ ત્રણેના પ્રાણ ઊડી ગયા. શુભ ભાવનાના પરિણામે મૃગ, સાર્થવાહ અને બળભદ્ર મુનિ બ્રહ્મલોકમાં દેવપદ પામ્યા.
શુભ કરણી કરનાર, કરાવનાર અને અનુમોદના કરનાર - ત્રણેય શુભ કર્મયોગ પામી શુભ ગતિ પામે છે તેનો આ સરસ દાખલો છે.
[નોંધ: બળરામ, બળદેવ, બલભદ્ર અને નૃસિંહ મુનિ – એક જ વ્યક્તિનાં આ જુદાં જુદાં નામ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org