________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૨
વ્યવસ્થિત સંચાલન માટે ઘણા મંત્રીઓ હતા. તેઓ બધા કહ્યું કામ સારી રીતે કરતા હતા, પણ પોતાની અક્કલથી અથવા માત્ર ઇશારાથી સમજી જઈ કામ કરે એવો કોઈ મંત્રી ન હતો. તેવાને શોધી મહામંત્રી બનાવવાની ઇચ્છાથી રાજાએ એક સૂકા કૂવામાં પોતાના નામવાળી વીંટી નાખી, ઢંઢેરો પિટાવ્યો કે ‘કૂવાના કાંઠે ઊભા ઊભા આ વીંટી જે કાઢી આપશે તેને મહાઅમાત્ય બનાવવામાં આવશે.’
આ તરફ પૂરા મહિને સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. નક્કી કર્યા પ્રમાણે તેનું અભયકુમાર નામ રાખવામાં આવ્યું. ક્રમે કરી તે વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં શાળાએ જવા લાગ્યો. કુશાગ્ર બુદ્ધિથી તે સહુને માટે આશ્ચર્યજનક રહ્યો અને અતિ-બુદ્ધિવાન તરીકે પ્રસિદ્ધ થયો, શાળાના બીજા વિદ્યાર્થી સાથે બોલાચાલી થતાં તેને મહેણું મારતાં કહ્યું, ‘બાપના નામનુંય ઠેકાણું નથી ને આટલો બધો ડોળદમામ શાનો બતાવે છે?” આ સાંભળી ખિન્ન થયેલા અભયકુમારે સુનંદા પાસે પિતા બાબતની જાણકારી માગી. સુનંદાએ કહ્યું, દીકરા! તારા પિતા પરદેશી હતા. તેમને અચાનક જવાનું થયું. તેઓ જતી વખતે આ ભારવટ ઉ૫૨ કાંઈક લખી ગયા છે. આપણને તેડાવાનું કહ્યું હતું પણ હજુ સુધી તેમના કોઈ સમાચાર નથી.’
અભયકુમારે ભા૨વટ ઉપરનું લખાણ વાંચી કહ્યું, ‘મા, બહુ આશ્ચર્યની વાત છે. મારા પિતા તો રાજગૃહ નગરના રાજા છે. ચાલો, આપણે ત્યાં જઈએ.’ છેવટે પિતાને પૂછીને સુનંદા અભયને લઈ રાજગૃહે આવી. માતાને નગર બહાર એક ઉતારે રાખી અભય એકલો નગરમાં આવ્યો. એક કૂવાકાંઠે લોકોની જબરી ભીડ જોઈ. તેઓને પૂછતાં વીંટી કાઢવાની વાત જાણી તે બોલ્યો, ‘એ તો સાવ સરળ વાત છે, હું હમણાં કાઢી આપું.' આ વાત સાંભળી બધાંને આશ્ચર્ય થયું. રાજસેવકોએ કહ્યું, ‘ચાલ, કાઢી આપ.’ અભયે છાણનો પિંડ મંગાવી તે કૂવામાં વીંટી ઉપર નાખ્યો. વીંટી છાણમાં ભરાઈ ગઈ. તેના ઉપર સળગતા ઘાસના પૂળા નાખી તે છાણનું છાણું બનાવી દીધું. પછી બાજુમાં વહેતી પાણીની નીકને કૂવામાં વહેતી કરી. ધીરેધીરે કૂવો ભરાતો ગયો, તેથી તરતું છાણું ઉપર આવતું ગયું. આમ કાંઠા સુધી પાણી ભરાતાં અભયે છાણું હાથમાં લઈ વીંટી કાઢી લીધી. આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા. અભયની ઓળખ પૂછતાં તેણે કહ્યું, ‘હું બેનાતટનો રાજકુમાર છું.’ બેનાતટ નામ સાંભળતાં જ રાજાને સ્મૃતિ તાજી થઈ. તેણે પૂછ્યું, ‘બાળ! તું ધના શેઠની દીકરીને ઓળખે છે?’ બાળકે ‘હા’ પાડી. રાજાનો હાથ પકડી અભય તેમને પોતાની મા પાસે લઈ ગયો. સુનંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org