________________
જૈન શાસનના ચમકતા સિતારા ૨૮૩
સદેવ બન્ને ભાવપૂર્વક પ્રભુપૂજા કરે છે અને વંદનીય માતાના ચરણોની સેવા કરે છે.
ભાવિના ભાવ મિથ્યા નથી થતા. માણેકચંદના જીવનમાં એક પલટો આવે છે. ઉજ્જૈન શહેરમાં કેટલાક સાધુઓ આવ્યા છે. તેઓ પરમાત્માની પ્રતિમાના પૂજનનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તેઓ મૂર્તિઓના ચરણની સેવામાં પાપ માને છે. તેઓની વ્યાખ્યાનશક્તિ, શબ્દોનો વૈભવ અને વક્નત્વકળા અનેકોને આકર્ષે છે. દેવયોગે માણેકચંદ પણ આ પ્રવચનોથી આકર્ષાય છે અને તેના વિચારોમાં પણ પરિવર્તન આવે છે. તેણે આ સાધુઓ સમક્ષ નિર્ણય કર્યો કે ગૃહમંદિરમાં પણ દર્શન, પૂજા નહીં કરે અને તેણે ઘરે પણ પ્રભુપૂજા, દર્શન બંધ કર્યા. માતા જિનપ્રિયાએ આ જાણ્યું. તેને સખત આઘાત લાગ્યો, “મારો દીકરો, મારું લાખેણું મોતી પ્રભુપૂજાથી વંચિત રહે?” અને એણે મનોમન નિર્ણય કર્યો કે “જ્યાં સુધી માણેક પ્રભુપૂજા, પ્રભુદર્શન શરૂ ન કરે ત્યાં સુધી મારે સર્વથા ઘીનો ત્યાગ.'
| જિનપ્રિયા પ્રભુને પ્રાર્થના કરે છે : “હે પ્રભુ! મારા પુત્રને રન્નતિ આપો, તેને સન્માર્ગે વાળો, મારા કુળદીપકને પુનઃ પ્રભુભક્તિનો રાહ દેખાડો.”
મધ્યાહ્નની વેળા થતાં માતા જિનપ્રિયા એકાસણું કરવા ભોજનખંડમાં આવ્યાં છે. વહુ આનંદરતિ ભક્તિભાવપૂર્વક માતાજીને એકાસણું કરાવવા ઉત્સાહભેર થાળીમાં એક પછી એક વાનગીઓ પીરસે છે. તે પોતાના હાથે બનાવેલી ગરમ રોટલી ઘીથી ચોપડવા જાય છે ત્યાં જિનપ્રિયા બોલી ઊઠે છે, ના, બેટા આનંદમતિ! રોટલી પર ઘી ન ચોપડ, મને ભૂખી રોટલી જ પીરસ.”
આનંદરતિ સ્તબ્ધ થઈ જાય છે. તે પૂછે છે : બા! શું કાંઈ મારી ભૂલ થઈ છે? આપના દીકરાએ કોઈ અપરાધ કર્યો છે? બા! ઘી કેમ નહીં?
જિનપ્રિયા જવાબ આપે છે : “હા, મારા બાળે - માણેકે મોટી ભૂલ કરી છે. સહન ન થાય તેવી ભૂલ કરી છે અને એનો શૂળી જેવો ડંખ મને વેદના આપી રહ્યો છે. તેણે પ્રભુદર્શન, પ્રભુપૂજન બંધ કર્યા છે. આ મિથ્યાત્વ હું સહન નથી કરી શકતી અને તેથી જ્યાં સુધી માણેક સમકતના રસ્તે ન ચડે, પ્રભુદર્શન, પ્રભુસેવા ન શરૂ કરે ત્યાં સુધી મારે ઘીનો ત્યાગ છે.”
બા!” આનંદરતિ બોલી ઊઠે છે, “તમારે ત્યાગ તો મારે પણ ત્યાગ. તમે જ્યાં સુધી ઘી નહીં વાપરો ત્યાં સુધી હું પણ નહીં વાપરું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org