________________
જન શાસનના સમાજના હિતારા ૦ ૨૮૫
સાંભળેલું યાદ આવ્યું : “ગુરુ કીજે જાનકર, પાની પીજે છાનકર.” પધારેલા આચાર્ય ગુરુ યોગ્ય છે કે નહીં? – માણેકચંદે પરીક્ષા કરવાનો વિચાર કર્યો.
રાત્રે પોતાના ૪-૫ મિત્રો સાથે માણેકચંદ ઉદ્યાન તરફ જઈ રહ્યા છે. માણેકચંદના હાથમાં જલતી મશાલ છે. ઉદ્યાને પહોંચ્યા અને જોયું તો આચાર્યશ્રી સાધનામાં સ્થિર છે, બીજા ત્રણ મુનિઓ કાર્યોત્સર્ગ ધ્યાનમાં છે, એક નાના બાળમુનિ સિવાય બધા એક યા બીજી રીતે ધર્મધ્યાનમાં લીન છે. માણેકચંદ મશાલ સાથે ધ્યાનસ્થ મુનિની પાસે જાય છે અને જલતી મશાલ તેમના મુખ પાસે ધરે છે. મુનિની દાઢી ભડભડ બળીને ખાખ થઈ જાય છે. છતાં મુનિવર ધ્યાનથી ચલિત થતા નથી. એ જ પ્રભાવ અને એ જ સ્વભાવ! - સમતારસ-ભર્યા મુનિવરોની અજબ સહિષ્ણુતા જોઈ માણેકચંદ સ્તબ્ધ થઈ જાય છે. આવી ગંભીરતા ને સહિષ્ણુતા! ધિક્કાર હો મને! શ્રાવક કુળમાં ઉત્પન્ન થઈને આવું નીચ કાર્ય મેં કર્યું? માણેક શાહનું માથું ભમી જવા લાગ્યું અને મહામુનિઓને મનોમન વાંદીને, મિત્રો સાથે શહેર ભણી દોડી ગયા.
મોડી રાત્રે માણેકચંદ ઘરે આવી સૂઈ જાય છે, પણ ઊંઘી શકતા નથી. પશ્ચાત્તાપનો દાવાનળ મનમાં ધમધમી રહ્યો છે : “મોટું પાપ થઈ ગયું છે, શું
કરું?
તેઓ અંતે વિચાર કરી લે છે : “આવતી કાલે સવારે જઈ મુનિરાજોને મારા ઘરે પધારવા આમંત્રણ આપું અને સકળસંઘની હાજરીમાં તેમની મારા આ દારુણ કૃત્ય બદલ માફી માગું.” - સવારમાં વહેલા ઊઠી માણેક શાહ ગુરુમહારાજોને પોતાના ઘરે પધારવા વિનંતિ કરવા જાય છે. અને એટલા નગરજનોને સાથે લઈ ઉદ્યાનમાં આવે છે અને મુનિરાજો પોતાના ઘરે પદાર્પણ કરે એવી વિનંતિ કરે છે. આચાર્યપ્રવરે માણેકચંદ શેઠની આગ્રહભરી અભ્યર્થના સ્વીકારી લીધી. આચાર્યશ્રીના નેતૃત્વમાં સકળ સંઘ માણેકચંદના ઘરે પધાર્યો. મંગળકારી મંગલાચરણ બાદ આચાર્યશ્રીની દેશના થઈ. દેશના સાંભળી, માણેકચંદ ઊભા થઈ, બે હાથ જોડી વિનમ્રભાવે આચાર્યશ્રીને કહે છે, “ભગવંત! એક ભયંકર દુષ્કૃત મેં કર્યું છે. આપના જેવા સંયમશ્રેષ્ઠ ક્ષમાશ્રમણોને મેં પરિતાપ આપ્યો છે. ગઈ રાત્રે મુનિપરીક્ષાને નામે મેં મશાલથી ધ્યાનસ્થ મુનિઓને ક્લેશ પમાડ્યો છે. પ્રભો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org