________________
[9].
અભયકુમાર
મગધપતિ પ્રસેનજિત રાજાને શ્રેણિક આદિ એકસો પુત્ર હતા. એમાં રાજગાદીને યોગ્ય કોણ છે તે તપાસવા રાજાએ એક દિવસ મોટા મંડપમાં બધા રાજકુમારોને પોતપોતાની થાળી આપી જમવા બેસાડ્યા. બધાને પીરસાઈ ગયા પછી રાજાએ ભૂખ્યા કૂતરાઓને તે મંડપમાં છોડી મૂક્યા. કૂતરાઓએ કેટલાકની થાળી એઠી કરી નાખી. એકલા શ્રેણિક સિવાયના બધા રાજપુત્રો જમ્યા વગર જ ઊભા થઈ ગયા,પણ શ્રેણિકે આરામથી જમતો રહ્યો. બાજુના રાજકુમારોની થાળી કૂતરાના મોં આગળ મૂકતો ગયો અને પોતાની થાળીમાંથી જમીને ઊભો થયો.
બીજી વાર રાજાએ ખાદ્યાન્ન ભરેલા કરંડિયાનાં ઢાંકણાં સીવડાવી નાખ્યાં. તેમ જ પાણી ભરેલા માટીના તાજા કુંજાઓનાં મોઢાં બંધ કરાવી એક મોટા
ઓરડામાં મુકાવ્યા. પછી પોતાના સોએ પુત્રોને કહ્યું, “દીકરાઓ, આજ તમારે દિવસરાત અહીં જ રહેવાનું છે. ભૂખ લાગે તો કરંડીયા ખોલ્યા વિના ખાઈ લેજો અને તરસ લાગે તો કુંજા ખોલ્યા વિના પાણી પી લેજો, પણ ભૂખ્યા કે તરસ્યા રહેશો નહીં.”
બધા કુમારો વિચારતા રહ્યા, “શું કરવું? કેમ ખાવું? કંઈ અક્કલ નહીં ચાલવાથી બધા આડા પડ્યા. પણ શ્રેણિક એક કરંડિયો ભીંત સાથે અફળાવ્યો. તેથી અંદરની ખાજ, પુરી આદિનો ભૂકો થઈ ગયો અને કરડયો હલાવી હલાવી, ભૂકો છિદ્ર વાટે બહાર નીકળતાં આરામથી ખાઈ લીધું. પછી પાણીથી ભરેલા નવા કુંજા ઉપર કપડું વીંટી દીધું કુંજા માટીના હોવાથી, પાણી ઝરતું હોઈ થોડા વખતમાં કપડું ભીનું થઈ જતાં તે કપડું નીચોવી તે પાણી પી લીધું. બધા કુમારો આ જોઈ અચરજ પામ્યા. સવારે આ બીના રાજાએ જાણી શ્રેણિકની યોગ્યતાનો પરિચય તેને મળી ગયો. પણ આનું અભિમાન શ્રેણિકને ન થવું જોઈએ અથવા ભાઈઓ તરફથી કોઈ ઈર્ષાનો ભાવ ન ઊભો થાય એ કારણથી રાજાએ શ્રેણિકની પ્રશંસા ન કરી.
બીજા કુમારોને થોડાં થોડાં ગામ આપી રાજી કર્યા. પણ શ્રેણિકને કશું આપ્યું નહીં. તેથી તેને લાગી આવ્યું. એક રાત્રે કોઈને પણ જણાવ્યા વગર શ્રેણિક ઘરેથી નીકળી પડ્યો. ચાલતાં ચાલતાં તે બેનાતટ નગરે આવી પહોંચ્યો.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org