________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૩
અને રાજાએ એકબીજાને ઓળખ્યાં અને આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. પછી રાજાએ સુનંદાને પૂછ્યું, ‘આપણું બાળક ક્યાં?” સુનંદા બોલી, ‘આ શું છે? આપની સાથે છે તે જ આપણો બાળક.' પત્ની-પુત્ર સાથે શ્રેણિકે નગરપ્રવેશ કર્યો. અભયકુમાર સર્વ મંત્રીઓમાં મહામંત્રી બન્યા. અપ્રતિમ બુદ્ધિચાતુર્ય વડે અભયકુમારે મગધની સીમાને સબળ બનાવી, મગધની કીર્તિગાથા ચારે દિશામાં ગૂંજતી કરી.
એક વાર શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરદેવ રાજગૃહીમાં સમવસર્યા. અભયકુમાર તેમને વાંદવા આવ્યા.
પ્રભુની વાણી સાંભળી, બોધ પામી, અભયકુમાર વિરક્ત થયા. તેમણે ઘેર આવી પિતાજીને વાત કરી. પોતાની દીક્ષા લેવાની ભાવના પ્રકટ કરતાં કહ્યું, ‘આપના જેવા ધર્મરાગી પિતા અને શ્રી મહાવીર જેવા પરમ દયાળુ નાથ છે. પ્રભુ અને ગુરુ છે. આવી ઉત્તમ-સામગ્રી સગવડ છતાં હું જો કર્મના નાશનો પ્રયત્ન ન કરું તો બધું મળ્યું વ્યર્થ જ છે.'
આ સાંભળી ચકિત થયેલા શ્રેણિકે પુત્રને ભેટતાં કહ્યું, ‘‘બેટા! આવા ઉત્તમ કાર્યમાં ના કેમ પડાય? પણ જે દિવસે હું તને ખીજાઈને કહ્યું કે, ‘જા, તારું મોઢું મને બતાવીશ નહીં’ તે વખતે તું તારે વગર પૂછયે દીક્ષા લેજે.” અભયકુમારે વાત માની અને તેઓ સુખે રાજસેવા કરવા લાગ્યા.
એક વાર રાણી ચેલ્લણા અને રાજા શ્રેણિક પરમાત્મા શ્રી મહાવીરને વંદન કરી પાછાં ફરતાં હતાં. તે વખતે ખૂબ જ ટાઢ પડતી હતી. માર્ગમાં નદીકાંઠે વૃક્ષ નીચે એક મુનિ કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા. સંધ્યાટાણું થવા આવ્યું હતું અને હાથ થિજાવી દે તેવા ઠંડા સુસવાટા વાતા હતા.
રાજા-રાણીએ મુનિને પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. સ્તુતિ-પ્રશંસા કરી મહેલમાં આવ્યાં. રાણીના ચિત્તમાં હાડ થીજવી દે તેવી ટાઢમાં નદીકાંઠે ઉભેલા ધ્યાનસ્થ મુનિની સાધના જાણે અંકાઈ ગઈ. રાત્રે ઊંઘમાં રાણીનો એક હાથ રજાઈની બહાર રહેતાં ઠરી ગયો, એથી ઊંઘ ઉડી ગઈ. હાથ સોડમાં લેતાં ઠંડીની ઉગ્રતાનો વિચાર કરતા એનાથી બોલાઈ ગયું કે એ અત્યારે શું કરતા હશે?” બાજુમાં સૂતેલા શ્રેણિકની આકસ્મિક ઊંઘ ઉડી ગઈ અને તેણે આ શબ્દો સાંભળ્યા. તેને શંકા થઈ કે ખરેખર આ રાણીએ પોતાના કોઈક વહાલાની ચિંતા કરી. અવશ્ય તેને કોઈ સાથે સંબંધ છે. આવી સમજુ અને ઉચ્ચકુળની આ રાણી જો આમ કરે તો બીજાનું શું પૂછવું? આમ વિચારી રાજાએ સવારે અભયકુમારને આજ્ઞા
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org