________________
[૭૬]
શેઠ નથુશા
ગુજરાતનું એક નાનુશું ગામ, વડગામડા. એક ઘરના ઓટલે એક શેઠ, નામ એમનું નથુશા, સવારે બેઠા બેઠા દાતણ કરે. સવારમાં ઊઠી ભગવાનનું નામ લઈ, જન્મે જૈન હોવાથી નોકારશીનું પચ્ચક્ખાણ લઈ આરામથી બેઠેલા. સવારનું દાતણ એટલે નિરાંતે બેસવાનું. કોઈ હાયહાય નહીં, કોઈ ઉતાવળ નહીં. જતા-આવતાને જોતા જાય, કોઈને બોલાવે, કોઈની સાથે વાતો કરે. આ એમનો નિત્યનિયમ.
એક મુસ્લિમ મિત્ર મહમ્મદ હંમેશના ક્રમ પ્રમાણે આવતો દેખાયો, એને બોલાવ્યો. મહમ્મદ પોતાની બંદુક બાજુમાં મૂકી નથુશા પાસે બેઠો.
આ મહમ્મદ રોજ બંદૂક લઈને ફરે. કોઈના ખેતરનું રખોપું કરે. મહમ્મદનું રખોપું એટલે માલિકને નિરાંત, તે નિશ્ચિંત થઈને સૂઈ શકે.
નથુશા આ મહમ્મદને રોજ જુએ અને વિચારે : ‘આ મહમ્મદ બંદૂક છોડી દે તો સારું. જોકે એ કોઈ ઉપર હથિયાર ઉપાડતો તો નથી, પણ ઉપાડે તો એ કોઈને માર્યા વિના ન રહે. અને એવું થાય તો?' નથુશા હિંસાની કલ્પના માત્રથી હેરાન થઈ જતા. તેઓ રોજ આ અંગે વિચારતા, પણ મહમ્મદને કહેવું શી રીતે?
પણ આજની સવાર કંઈ ઓર ઊગી હતી.
નથુશાએ મોહમ્મદને પ્રેમથી પૂછ્યું, ‘કેમ છો, મહમ્મદ?”
મહમ્મદે હાથ જોડ્યા અને કહ્યું, ‘સારું છે, શેઠિયા. તમારી દયા જોઈએ.’ શેઠે કહ્યું, ‘મહમ્મદ! આ બંદૂક તું ન રાખે તો ન ચાલે?” ‘ચાલે શેઠ, પણ હું કોઈ દિવસ તેનો ઉપયોગ કરતો નથી.’ ‘એ સાચું.’ શેઠે કહ્યું, ‘પણ કોઈક વાર ક્રોધ ચઢી આવે ને મન તારું ઝાલ્યું ન રહે અને બંદૂકનો ઉપયોગ કરી નાખે તો? તો તો દુર્ઘટના સર્જાય ને?” આ બંનેની વાતો સાંભળતાં ત્યાં થોડા માણસો ભેગા થઈ ગયા. નથુશાના શબ્દોમાં નરી સદ્ભાવના હતી. એ મહમ્મદને સ્પર્શી ગઈ. થોડી વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org