________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૧
લોલુપતાને લીધે જ્યાં ને ત્યાં તેં ખાધા કર્યું. રાતદિવસ કશું જોયું નહીં. ખાવાની, ન ખાવાની કોઈ રેખા જ નહીં. અવિરતિને વળી સંતોષ કેવો? એનું આ પરિણામ છે.'
તેણે કહ્યું, ‘ભગવન! આપ સત્ય કહો છો. પણ હવે આ રોગ મટે કેવી રીતે”
ગુરુજીએ કહ્યું, ‘સાવ સહેલી રીત છે, ધર્મમય જીવન જીવો, વિરતિ આદરો. ભોજનમાં ઊણોદરી રાખો. સ્વાદની લોલુપતા છોડો. એટલે તન સાજું, મન સાજું ને બધુંય સારું.' પ્રવરદેવે તરત ગુરુમહારાજ પાસે પ્રતિજ્ઞા કરી. ખાવા-પીવામાં તેણે નિયમ કર્યો કે, એક અન્ન, એક વિગઈ, એક શાક અને ઉકાળેલું પાણી વાપરીશ. તે સિવાય બધું ત્યાજ્ય.' આ નિયમ તે બરાબર પાળવા લાગ્યો. પરિણામે ધીરેધીરે રોગનું ઉપશમન થવા લાગ્યું. તે સાથે જ તેની ધર્મશ્રદ્ધા વધવા લાગી. પથ્યવાળા સાત્ત્વિક ભોજનને લીધે તે નીરોગી થઈ ગયો અને ધર્મનો અભ્યાસ કરી તેના મર્મ અને માહાત્મ્યનો જ્ઞાતા બન્યો. પરિણામે નિષ્પાપ વૃત્તિથી ન્યાયપૂર્વક તે વ્યાપારાદિક કરવા લાગ્યો ને કરોડપતિ થયો. અતિ ધનાઢ્ય બનવા છતાં એક જ અન્ન આદિના નિયમ પ્રમાણે જ જમતો. સુપાત્ર દાન કરવાને સદા તત્પર રહેતો. જેમ જેમ વધારે લાભ મળતો ગયો તેમ તેમ તે પોતાની જાતને ધન્ય માનતો ગયો. ભોગોપભોગથી સદા વિમુખ રહેતો ને દાનાદિમાં ધન વાપરતો.
સમય જતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. પ્રવરદેવે તે સમયે હજારો મુનિરાજોને પ્રાસુક થી આદિનું ચઢતા ભાવે દાન દીધું ને લાખો સાધર્મીઓની ગુપ્ત રીતે ભક્તિ કરી. આમ જીવનપર્યંત અખંડપણે વ્રત પાળી અંતે સૌધર્મ દેવલોકમાં, ઇન્દ્ર જેવી બુદ્ધિવાળો સામાનિકર દેવ થયો.
આ સામાનિક દેવ ઘણો કાળ વીતી ગયા પછી એક વાર સ્વર્ગમાં જિન મંદિરોની શાશ્વતી પ્રતિમાજીનાં દર્શન-વંદન કરતાં શુભભાવના ભાવતો હતો ત્યારે પોતાના આયુષ્યની અલ્પતાનો બોધ થતાં તેને વિચાર આવ્યો ‘જ્ઞાન, દર્શન આદિ ગુણથી સમૃદ્ધ એવા શ્રાવકના કુળમાં દાસ થવું સારું, પણ મિથ્યા મતિથી મુગ્ધ બુદ્ધિવાળા ચક્રવર્તી થવું નકામું છે.’ અંતે આવી
:
૧. જેણે કશું ત્યાગ્યુ નથી તે.
૨. ઇન્દ્રની સમાન રિદ્ધિ-સિદ્ધિ હોય પણ માત્ર ઇન્દ્રની પદવી ન હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org