________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૦
પોટિલાને સંસાર ઉપર વૈરાગ્ય જાગ્યો. દિક્ષા માટે તેણે પતિ તેતલિપુત્રની આજ્ઞા માંગી. તે પતિએ કહ્યું, “દીક્ષા લઈને તું સ્વર્ગે જાય ત્યારે ત્યાંથી તું મને પ્રતિબોધ પમાડશે એવું વચન આપે તો હું તને દીક્ષા લેવાની સંમતિ આપું.” પોટિલાએ વચન આપ્યું. - સમ્યક રીતે કરેલી ચારિત્ર્યની આરાધના નિષ્ફળ જતી નથી. સાધ્વી પોટિલા કાળધર્મ પામીને સ્વર્ગે ગઈ. તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો પૂર્વભવ જોયો. પોતે આપેલું વચન યાદ આવ્યું. તેણે તરત જ મંત્રીને ધર્મમાં જોડવા માટે પ્રેરણા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા. પરંતુ વિષયવિકારમાં લબ્ધ માણસોને એમ સરળતાથી ધર્મ કરવાનો ઉત્સાહ જાગતો નથી. તેતલિપુત્રને પણ ધર્મ પ્રત્યે કંઈ રસ જાગ્યો નહીં. પોટિલાદેવીએ હવે વધુ આકરા ઉપાય અજમાવવા માંડ્યા.
કનકધ્વજને ઉશ્કેરીને તેણે મંત્રી તેતલિપુત્રનું ભયંકર અપમાન કરાવ્યું. કનકધ્વજે મંત્રી ઉપર ગુસ્સો કર્યો અને ખૂબ જ કડવાં વેણ કહ્યાં. અપમાનની આગથી તેતલિપુત્ર સળગી ઊઠ્યો. તેનું સ્વમાન ઘવાયું હતું, તેથી તેણે આવું અપમાનિત જીવન જીવવા કરતાં મરવાનું પસંદ કર્યું. તેતલિપુત્રે નગર છોડી દીધું અને જંગલમાં જઈ તાલકૂટ વિષ ઘોળ્યું. પણ દેવપ્રભાવથી તેની કોઈ જ અસર થઈ નહીં. આથી તેતલિપુત્રે આગમાં ઝંપલાવ્યું. પણ આગ બુઝાઈ ગઈ. દરિયામાં ડૂબકી મારી, તોય ડૂબી ન મરાયું. આમ આત્મહત્યાના ઘણા પ્રયત્ન તેણે કરી જોયા, પરંતુ દૈવના પ્રતાપથી તે નિષ્ફળ ગયા.
એક વખત તે કોઈ જંગલમાંથી પસાર થતો હતો. ત્યાં તેની પાછળ એક ગાંડો હાથી દોડ્યો. હાથીથી બચવા તે દોડ્યો. દોડતાં દોડતાં તે એક ખાડામાં પડી ગયો. મૂર્છા આવી ગઈ. ભાનમાં આવતાં સહસા જ તે બોલી ઊડ્યો, “અરે ! પોટિલા! તું ક્યાં છે? શું તને મારી આ હાલતની કોઈ જ દયા નથી આવતી? મોત પણ મને સાથ નથી આપતું. હું હવે કોના શરણે જાઉં?” તે સાંભળતાં જ પોટિલાદેવીએ પ્રગટ થઈને કહ્યું, “તેતલિપુત્ર! હું તો તારી સાથે જ છું, પણ તું મને જુએ છે જ ક્યાં?” અને પછી તેણે બધી દેવલીલાની વાત કહી. તે સાંભળી મંત્રીએ કહ્યું. “ક્ષમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org