________________
[૭૧]
શાણી સુમતિ શ્રાવિકા સુમતિ ખરેખર સુંદર મતિવાળી હતી. વીતરાગના ચરણમાં જેની અનન્ય શ્રદ્ધા છે, સમ્યકત્વ ભવાની જેની આરાધિકા છે, આત્મનિર્મળતામાં જેનું ચિત્ત રમી રહ્યું છે, પ્રભુનાં વચનોમાં જેને પૂર્ણ શ્રદ્ધા છે, શ્રદ્ધા સાથે આચારનો જેનામાં સમન્વય થયેલો છે એવી તે શ્રાવિકા સુમતિનો પતિ બહાર ગયો છે અને આંખનાં રતન સમા બે યુવાન પુત્રોનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. પણ વીતરાગનાં ચરણો જેણે પૂજ્યાં છે એવી અનન્ય શ્રદ્ધાવાન એ નારી થોડી જ ક્ષણોમાં સ્વસ્થ થઈ જાય છે.
બન્ને પુત્રોને એક ઓરડામાં સુવરાવી ઉપર સફેદ ચાદર ઓઢાડી દીધી અને ઉંબરામાં પતિની રાહ જોતી ઊભી રહી. કેટલાક સમય બાદ પતિ આવે છે. રોજની હસતી નારીનું મુખ ઉદાસ જુએ છે. પતિના મનમાં પ્રશ્ન ઊઠે છે? થયું હશે? પત્નીનું મુખ કેમ ઉદાસ? અને એ પૂછે છે, “સુમતિ! શું થયું? કેમ ઉદાસ છે?”
કંઈ નહીં, દેવ! પાડોશી સાથે જરા ઝગડો થઈ ગયો!”
“અરે, સુમતિ! તું આ શું બોલે છે? ઊંચે અવાજે બોલતાં પણ તને કદી કોઈએ સાંભળી નથી. તે ઝઘડો કરી શકે કઈ રીતે?”
“નાથી થોડા સમય પહેલાં, પ્રસંગે પહેરવા પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ લાવી હતી. મને બહુ ગમ્યાં ને મેં રાખી લીધાં. આજે પાડોશી માગવા આવ્યા. પણ મારે નહોતા આપવાં. તેથી ઝઘડો થયો.”
“અરે, પાગલ! એમાં તે ઝઘડો થાય? જેનું હોય તે માગવા આવે તો આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? લાવ, હું આપી આવું!”
ના, પણ મને આપવાં નહીં ગમે, મારે તો એ રત્નકંકણ રાખવાં છે. બહુ ગમે છે એ મને! ન આપું તો!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org