________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૫૮
પેલો દેવદત્ત શેઠનો મિથ્યાત્વી દીકરો ધનેશ્વર વ્યાપાર અર્થે આવ્યો. યોગાનુયોગ જિનદત્તની દીકરી મૃગસુંદરીને જોઈ તેને પરણવાની અભિલાષા જાગી. પણ તેણે વાત જાણી કે “આ કન્યા મિથ્યાત્વીને કદી પરણશે નહીં ને બાપ પરણાવશે પણ નહીં. આથી તે કપટ (ખોટો) શ્રાવક થયો. જૈનત્વની બનાવટી છાપ ઊભી કરી, જિનદત્ત શેઠ પર ધર્મનો પ્રભાવ દેખાડી અંતે શેઠને રાજી કરી લીધા અને મૃગસુંદરીને પરણીને ઘરે આવ્યો.
ઘરે આવ્યા પછી ઇર્ષાળુ શ્રેષ્ઠીપુત્રે મૃગસુંદરીને જિનપૂજાનો નિષેધ કર્યો. પૂજા વિના તેને જમવાનું નહોતું. ત્રણ દિવસ તેના ઉપવાસના વીત્યા. ચોથે દિવસ તેને ત્યાં મુનિરાજ વહોરવા આવી ચડ્યા. તેણે તેમને પોતાના અભિગ્રહની વાત જણાવીને પૂછ્યું કે, હવે મારે કેવી રીતે નિર્વાહ કરવો? ગુમહારાજ ગીતાર્થ હતા. તેમણે લાભાલાભનો વિચાર કરી કહ્યું, “બહેન! તું ચૂલા ઉપર ચંદરવો બાંધ અને ભાવથી પાંચ તીર્થોની સ્તુતિ કર તથા નિત્ય ગુરુમહારાજને દાન આપ. આથી તારો અભિગ્રહ પૂરો થશે (થયો એમ માનજે).' તેણે તે પ્રમાણે કરવા માંડ્યું. પણ તેના સસરાસાસુએ ધનેશ્વરને કહ્યું કે, “તું આ કેવી વહુ લાવ્યો છે! બધું કરીને થાકી તો હવે તેણે ચૂલા ઉપર કાંઈક કામણ કર્યું લાગે છે.” ધનેશ્વરે જોયું તો તેને બળતરા થઈ અને તેણે ચંદરવો ઉતારી ચૂલામાં બાળી નાખ્યો. મૃગાવતીએ બીજો બાંધ્યો. ધનેશ્વરે તે પણ બાળી નાખ્યો.
આમ સાત વાર બાંધેલા સાતે ચંદરવા ધનેશ્વરે બાળ્યા. સસરાએ એક વાર મૃગસુંદરીને પૂછ્યું, “વહુ! તે આ શું માંડ્યું છે? શા માટે ઉલ્લોચ (ચંદરવો) બાંધે છે?
મૃગાએ કહ્યું, “બાપુ! જીવદયા માટે.” આ સાંભળી સસરાને ક્રોધ ચડયો ને તે બોલ્યો, “રોજ રોજ ચંદરવા લાવવા ક્યાંથી? જો તારે ચંદરવા બાંધવા હોય તો જા તારા બાપના ઘરે.' તેણે કહ્યું, “જેવી આપની આજ્ઞા. તમે આખા પરિવાર સાથે આવી મને મૂકી જાઓ તો હું જાઉં.' જીદમાં ને જીદમાં બધાં ભેગાં થઈ મૃગસુંદરીને મૂકવા તેના પિયર જવા ઊપડ્યા. માર્ગમાં એક ગામમાં તેમનો પડાવ થયો. તે ગામે તે લોકોનાં સગાએ સહુને આમંત્ર્યાં અને જમાડવા માટે રાત્રે જાતજાતની રસોઈ બનાવી. જમવા સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org