________________
જૈન શાસનના સમકતા સિતારા ૦ ૨૫૪
ગુરુ-શિષ્ય ચાલ્યા ગયા.
ધીવરે નક્કી કર્યું કે, આજથી મારે જીવવધ કરવો નહીં; અને દયાની ચિંત્વનામાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. વીતી ગયેલો પૂર્વભવ સ્મૃતિપટ પર ઊપસી આવ્યો. તે જાણી શક્યો કે પૂર્વે કરેલી ચારિત્ર્યની વિરાધનાથી નીચ કુળમાં પોતાને અવતાર મળ્યો. તેને ત્યાં ને ત્યાં દીક્ષા લેવાની દૃઢ ભાવના ભાવી. પરભવ તથા આ ભવની વિરાધના, પાપવૃત્તિની નિંદા-ગર્લ્સ કરવા લાગ્યો. પરિણામે થોડી જ વારમાં ભાવચારિત્ર્યની રમણતાએ શુક્લ ધ્યાન પ્રગટતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સમીપમાં રહેલા દેવોએ મહિમા કર્યો. આકાશમાં દુંદુભિ ગડગડી ઊઠ્યાં. તે સાંભળી પેલા શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ભગવાન! આ શું?’’
ગુરુએ કહ્યું, “મહાનુભાવ! પેલા માછીમાર ધીવરને કેવળજ્ઞાન થયું. દેવો મહિમા કરવા આવ્યા છે. તે નિમિત્તે દુંદુભિ વાગી રહ્યાં છે.” તે સાંભળી શિષ્ય હર્ષ અને વિસ્મય પામ્યો.
ગુરુ બોલ્યા, “તું તે કેવળી મહારાજને મારા ભવો કેટલા છે તે પૂછી આવ.” ગુરુઆજ્ઞાથી શિષ્ય ગયો; પણ તેના અચરજનો પાર ન હતો. જ્ઞાનીએ તેને બોલાવતાં કહ્યું, “મુનિ! એમાં શું આશ્ચર્ય થાય છે? હું એ જ ધીવર · છું. દ્રવ્ય-ભાવ બંને પ્રકારની હિંસામાંથી મારો આત્મા છૂટી જવાથી, તે સંસારનાં સર્વ બંધનોમાંથી છૂટી ગયો છે. તમારા ગુરુજીને કહેજો કે તેઓ જે વૃક્ષ નીચે ઊભા છે તે વૃક્ષનાં જેટલાં પાંદડાં છે તેટલા તેમને ભવ કરવાના છે. તમે (શિષ્ય) આ ભવમાં જ મુક્ત થશો.” આ સાંભળી હર્ષ અને અચંબો પામતો શિષ્ય ગુરુ પાસે આવ્યો ને કેવળીએ કહેલી વાત જણાવી. આ સાંભળી ગુરુ અતિહર્ષિત થઈ નાચી ઊઠ્યા ને બોલ્યા, “અતિ આનંદની વાત છે કે હવે મારે ગણતરીના જ ભવો કરવાના છે. ખરે જ હું ધન્ય છું. જ્ઞાનીનાં વાક્યો સત્ય છે.” અને ગુરુ-શિષ્ય સંયમમાં સાવધાન થઈ આગળ વધ્યા અને શ્રેય સાધ્યું.
આ રીતે ધીર એક માછીમાર હોવા છતાં અહિંસાના પ્રતાપે ક્ષણ વારમાં કેવળજ્ઞાની બન્યા. માટે જ સર્વ વ્રતોમાં પ્રથમ અહિંસા વ્રત છે. તેનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org