________________
જિન શાસનના ચમકતા સિતારા ૦ ૫ર
અરે! આજે તને થયું છે શું?”
“પારકી વસ્તુ આપણાથી ન રખાય. જેની હોય તેને તે આપી દેવી જ પડે?”
“હા, હા. તેમાં પૂછવાનું શું?
“પણ શું આપને દુઃખ નહીં થાય? હું પાછાં આપી દઈશ તો આપને દુઃખ નહીં થાય ને?”
ના, ના. તેમાં દુઃખ થવા જેવું શું છે? આપણું કામ થઈ ગયું. સમય થઈ ગયો. પાછાં દઈ જ દેવાં પડે.”
“એમ? તો ચાલો, હું એ રત્નકંકણ બતાવું.”
અને સુમતિ પોતાના પતિને હાથ ઝાલી અંદરના ઓરડામાં દોરી ગઈ, જ્યાં બન્ને પુત્રો ચિરનિંદ્રામાં પોઢી ગયા હતા. મુખ પરથી સહેજ કપડું દૂર કરી સુમતિએ ધીરેથી પતિને કહ્યું, “જુઓ નાથ! આ બે રત્નકંકણ તેનો સમય પૂરો થઈ ગયો અને તે રવાના થઈ ગયા!”
પતિ તો અવાક્ રહી ગયો. પુત્રોના મૃત્યુને આ સ્ત્રી આ રીતે મૂલવી શકે? એ માતૃહૃદય આટલી સમતા દાખવી શકે? કઈ હશે એ શક્તિ અને સુમતિનો પતિ ત્યાં જ તેની પત્નીનાં ચરણમાં ઢળી પડ્યો. કહ્યું, “સુમતિ! તે ખરેખર વીતરાગનાં ચરણ-શરણની સાચી ઉપાસના કરી છે, આટલા મોટા આઘાતને જીરવવાની શક્તિ, વીતરાગિતા, વીતરાગ પ્રત્યેની તારી અનન્ય ભક્તિએ જ તને આપી છે!”
પ્રિય વાચક! આ છે હર્ષશોકથી પર દશા! સમકિતી જીવને રોમેરોમે વીતરાગિતાની શ્રદ્ધા ભરી હોય, તેથી જ આવા મહાભયંકર આઘાતમાં પણ તે સમતા ટકાવી રાખી શકે. પ્રભુને પ્રક્ષાલ કરતાં ગાઈએ છીએ કે:
જ્ઞાન કળશ ભરી હાથમાં, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં કર્મ થયાં ચકચૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org