________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૧૮૧
કહીશ.” કેટલોક વખત ઉદ્યાનમાં વિતાવી સાંજે મહેલે બધાં આવી ગયાં. સારસિકા અને તરંગવતી એક ઓરડામાં પલંગ ઉપર બેઠાં. સખી કહે છે, “હવે કોઈ અહીં નથી. મને કહે. તે ઉદ્યાનમાં શું અદ્ભુત જોયું?” તરંગવતી કહે છે, “બધું કહું છું. પણ તું કોઈને કહેતી નહીં. તદન ખાનગી રાખવાની વાત.” સંભળાવી તેણે એક વિચિત્ર વાત. પોતાના પૂર્વજન્મની કથા, જે તેણે પોતાની મૂર્છાવસ્થામાં સૂક્ષ્મ ચેતનાથી અનુભવી હતી –
“અંગ દેશની ચંપાનગરી. ઠેર-ઠેર ઉદ્યાનો ને તળાવો. હું હતી ચક્રવાકી પૂર્વજન્મમાં અને મારો પતિ ચક્રવાક. એના વિના હું રહી શકતી ન હતી. એ મારો શ્વાસ, એ મારો પ્રાણ. પ્રવીણ અને ચતુર. સ્વભાવે દયાળુ અને ક્રોધ તો તેણે કદી કર્યો જ ન હતો. અમે એક દી એક નદી ઉપર પ્રેમથી ઊડતાં હતાં અને અમે જોયું એક મહાકાય હાથી સૂર્યના તાપથી અકળાયેલો સ્નાન કરવાની ઈચ્છાથી નદી તરફ આવી રહ્યો હતો. પાણી પીધા પછી તે નદીના પ્રવાહિત જળને પોતાની સૂંઢ વડે પોતાની પીઠ ઉપર રેલાવવા લાગ્યો. થોડી વારે તે જળ બહાર નીકળ્યો. પોતાના માર્ગે આગળ વધતો જતો હતો અને એકવિશાળકાય શિકારી ત્યાં દેખાયો. તે વિચિત્ર અને ભયાનક લાગતો હતો. તેણે પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવી પણછ ખેંચી. લક્ષ હતું હાથીનું. પણ હાય! તે બાણ હાથીને ન લાગતાં લાગી ગયું મારા પ્યારા ચક્રવાકને. તે બાણથી મારા સ્વામીની પાંખ વીંધાઈ ગઈ. શરીર છેદાઈ ગયું અને મારો કિલ્લોલ કરતો સ્વામી મૂર્શિત થઈને જમીન ઉપર પડ્યો. આ મેં જોયું. મારાથી ચીસ પડાઈ ગઈ – ઓહ રે! મારી પીડાનો કોઈ પાર ન હતો. બધું મારી નજર સમક્ષ જ બની ગયું હતું. તે તરફડતો હતો. તેની ચીસો, તેની વેદના મારાથી જોવાતાં ન હતાં. છૂટેલ તીર હજુ તેના શરીરમાં ખૂંપેલું હતું. મેં હિંમત કરી તીર તેના શરીરમાંથી મારી ચાંચ વડે ખેંચી બહાર કાઢ્યું. તેના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું અને તેણે તરફડવાનું બંધ કર્યું. તેનો આત્મા પરલોક પહોંચી ગયો હતો. મારે માટે આ અસહ્ય હતું. કેમ જિવાય? એકલું જીવવું મારા માટે ન કલ્પાય એવું હતું.
થોડી વાર પછી શિકારી ત્યાં આવ્યો. તેણે મારા ચક્રવાકનો નિશ્ચેતન દેહ પડ્યો હતો તે જોયો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે લક્ષ ચૂકી ગયો હતો. પોતે કરેલ વિપરીત કાર્યને જોઈને તે દુઃખી બન્યો. મારા સ્વામીના શરીરને ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org