________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૨૦
કનકમાળાની વિનંતિ સ્વીકારી. તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. ત્યારબાદ બન્ને રાજ્યમાં આવ્યા અને સુખચેનથી રહેવા લાગ્યાં. હંમેશાં તેઓ વિમાનમાં બેસી ફરવા જતાં, તેથી સિંહરથ રાજાનું ‘નિર્ગતિ’ એવું નામ પડ્યું.
નિર્ગતિ રાજાને બગીચામાં ફરવાનો બહુ શોખ હતો. તે રોજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનસ્પતિ દેખીને આનંદ પામે. એક વાર નિર્ગતિ રાજાની દૃષ્ટિ ફળફૂલથી ખીલેલા એક આંબા પર પડી. તે દેખી રાજાને અત્યંત આનંદ થયો. એમ કરતાં વસંત અને ગ્રીષ્મ ઋતુ પસાર થઈ અને તે આંબો સુકાયો. તે દરમ્યાન રાજાની દૃષ્ટિ ફરી વાર તે જ આંબા પર પડી. આ વખતે આંબો વેરાન હતો. તેના ૫૨ ફળ, ફૂલ વગેરે ન હતાં. આંબાને નિસ્તેજ દેખી રાજા વિચારમાં પડ્યો, ‘‘અહો! થોડા વખત પહેલાં ખીલેલો આ આંબો એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? તેનાં ફળ, ફૂલ વગેરે ક્યાં ગયાં? શું દરેક ચીજમાં અસ્ત થવાનો ગુણ હશે? હા. જરૂર!' નિર્ગતિ રાજા આત્મવિચારણાને માર્ગે વળ્યો. તેને જડ અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની ભિન્નતા તેને સમજાઈ. પૌદ્ગલિક સ્થિતિ અને આત્મિક સ્થિતિ વચ્ચેના ભેદનું ભાન થયું. તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. રાજા ઘેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તે જ દશામાં તેણે સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કરી દીક્ષા અંગીકાર કરી.
એક વખતે ૧, કરકંડુ, ૨. દ્વિમુખ, ૩. નમિરાજ અને ૪. નિર્ગતિ એ ચારેય પ્રત્યેકબુદ્ધ એક મંદિરમાં એકઠા થયા અને એકબીજાના દોષ જોતા ચર્ચા કરતા હતા. તેમનો સંવાદ નીચે પ્રમાણે છે :
કરકંડ મુનિને લુખી ખરજ હજુ સુધી દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેઓ એક ઘાસની સળી ઉપાડીને ખૂબ ખણવા લાગ્યા. પછી તે સળી સાચવીને રાખી. તે જોઈ દ્વિમુખ મુનિ બોલ્યા : ‘‘હે કરકંડુ મુનિ! તમે રાજ્યાદિક સર્વનો ત્યાગ કર્યો છે ત્યારે આટલી આ ખરજ ખણવાની સળીનો સંચય શા માટે કરો છો?’’ તે સાંભળી કરકંડુ મુનિ તો કંઈ બોલ્યા નહીં, પણ નમિરાજર્ષિએ દ્વિમુખ મુનિને કહ્યું : ‘હે મુનિ! તમે રાજ્યાદિક સર્વ કાર્યનો ત્યાગ કરીને નિથ થયા છો, તોપણ અન્યના દોષો કેમ જુઓ છો? આ તમને નિઃસંગને યોગ્ય નથી.” તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નિર્ગતિ મુનિએ નમિ મુનિને કહ્યું કે : ‘હે મુનિ! તમે એમને કહો છો, પણ તમે જ્યારે સર્વનો ત્યાગ કરીને મોક્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org