________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૨૩૦
થોડી વારે ત્યાં એક બીજો સર્પ આવ્યો. એક-બે માણસો બોલી ઊઠ્યા, “મારો, મારો. ત્યારે બીજાઓએ કહ્યું, “આ સર્પને કોઈ મારશો નહીં, કારણ કે તે ઝેરી નથી એટલે તે કોઈને ઈજા કરશે નહીં. સર્પ ધીરેધીરે ત્યાંથી ચાલ્યો ગયો. માણસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા.
આ સઘળું દૃશ્ય રેતીના ઢગલા ઉપર બેઠેલો હરિકેશ જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે, “અહો! જેનામાં ઝેર હોય છે તેની બુરી દશા થાય છે અને જેનામાં ઝેર હોતું નથી અને જે સર્વદા શાંત છે તેને કોઈ સતાવતું નથી. ખરેખર હું ઝેરી છું. મારો સ્વભાવ તોફાની છે તેથી જ લોકો મને સતાવે છે. માટે મારે મારો સ્વભાવ બદલવો જ રહ્યો.” આ સ્થાનમાં ન રહેતાં બીજી કોઈ જગ્યાએ જતા રહેવું ઉચિત સમજી, તરત જ તે જંગલમાર્ગે દૂર ને દૂર ચાલ્યો ગયો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેણે એક શાંતમૂર્તિ સાધુ-મહાત્માને બેઠેલા જોયા. જોતાં જ તેનામાં સદ્ભાવ ઉત્પન્ન થયો. તેણે મુનિનાં ચરણોમાં શિર ઝુકાવી વંદન કર્યું. મુનિએ પૂછયું, “હે વત્સ! તું કોણ છે? અને અહીં ક્યાંથી આવી ચડ્યો છે?” હરિકેશે જવાબ આપ્યો, “મહારાજ! હું ચંડાળનો પુત્ર છું. મારા તોફાની સ્વભાવથી વડીલોએ મારો તિરસ્કાર કર્યો છે. પરંતુ મને હવે ખાતરી થઈ છે કે જગતમાં ઝેર અને કંકાસની દુર્દશા થાય છે અને નમ્રતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ! મેં હવે જ્યાં શાંતિ મળે ત્યાં જવાનો નિશ્ચય કર્યો છે માટે કૃપા કરી મને શાંતિનો માર્ગ બતાવો.” | મુનિ સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, તેથી તેને બોધ આપતાં કહ્યું, “શાંતિ તને બહાર શોધવાથી નહિ મળે. ખરી શાંતિ તારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંતકાળથી ૮૪ લાખ જીવયોનિમાં રખડ્યો છે અને ક્લેશ, પ્રપંચ, નિંદા કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, તારે ખરી શાંતિ જોઈતી હોય તો જગતની સર્વ ઉપાધિનો, સર્વ માયાનો પરિત્યાગ કર અને મારી જેમ ત્યાગદશાને આધીન થા, તો જ તારું કલ્યાણ થશે.” આ સાંભળી હરિકેશ બોલ્યો, “પણ પ્રભુ હું તો ચંડાળ છું ને! શું તમે મને દીક્ષા આપી શકશો?”
હા, ચંડાળ હો તેથી શું થયું? પ્રભુ મહાવીરના માર્ગમાં લાયકાતવાળા સર્વ કોઈને આત્મકલ્યાણ કરવાનો હક્ક છે.” મુનિનું કથન સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org