________________
[૬]
સુલસ રાજગૃહ નગરીમાં કાલસૌકરિક નામનો કસાઈ હતો. તે અભદ્ર હતો. તે હંમેશાં પાંચસો પાડાની હિંસા કરતો હતો. તે દુષ્કર્મથી તેણે સાતમા નરકથી પણ વધારે પાપ ઉપાર્જન કર્યું હતું. આયુષ્યના અંત સમયે તે મહાવ્યાધિની પીડાથી ઘેરાયો. અષ્ટધાતુના રોગને કારણે શરીરની દરેક ઈન્દ્રિયના વિષયો તેને વિપરીત જણાવા લાગ્યા. સુગંધી અને શીતળ લેપ તેને અશુચિમય અને અંગાર સમો ભાસવા લાગ્યો. એ જ પ્રમાણે ભોજન, પાન, સૂવાની તળાઈ વગેરે તેને દુઃખદાયી લાગ્યો. તેને સુલસ નામનો એક પુત્ર હતો. તે પિતાના રોગનો આદરપૂર્વક પ્રતિકાર-ઉપાય કરાવતો હતો. જ્યારે કોઈ પણ ઉપાય કારગત ન નીવડ્યા ત્યારે સુલસે પોતાના મિત્ર અભયકુમાર મંત્રીની સલાહ લીધી. અભયકુમારે કહ્યું, “તારા પિતાએ ઘણા જીવોનો ઘાત કરી ઘોર પાપકર્મ ઉપાર્જિત કર્યું છે. તે પાપ તેના આ ભવે જ ઉદયમાં આવ્યું છે. તેથી હું તેમને કાંટાની શય્યામાં સુવાડ. દુર્ગધવાળા (અશુચિ) પદાર્થોનું વિલોપન કર અને ખારું, કષાયેલું અને દુર્ગધવાળું પાણી આપ, તેથી તેને સુખ ઊપજશે.” સુલતે મિત્રના કહ્યા પ્રમાણે કર્યું. તેથી તેના પિતાને થોડી રાહત તો થઈ, પણ અંતે તે કાળસૌકરિક થોડો કાળ જીવી મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં ગયો.
કાલસૌકરિકના મૃત્યુ પછી સુલસ પિતાના સ્થાને આવ્યો. તેનાં સ્વજનોએ તેને પિતાનો ધંધો સંભાળવા જણાવ્યું અને કહ્યું કે દીકરા બાપનો ધંધો વધારે છે એમ તું પણ ધંધો વધાર. સુલસે પિતાએ ભોગવેલી વેદના અને દુઃખો જોયાં હતાં, તેથી તુલસે બધાં સ્વજનોને કહ્યું, “ના હું મારા પિતા જેવું દુઃખ ભોગવવા શક્તિમાન નથી.” ત્યારે સ્વજનો (કુટુંબીઓ)એ કહ્યું, “પાપનો ભાગ પાડીને અમારે ભાગે આવતાં પાપ અમે ભોગવીશું.” પણ સુલસ એ વાત માનવા તૈયાર ન હતો. ત્યાર પછી બધાં કુટુંબીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org