________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૮૫
તારા પિતાજીએ ધનદેવની વાત કાપી નાખતાં કહ્યું કે, “તમારો પુત્ર વારંવાર દેશાંતરનો પ્રવાસ કરે છે. ઘરમાં સ્થિર બની ન રહેનારને મારી પુત્રી કેવી રીતે આપું?” આમ તારા પિતાએ આંગણે આશાભર્યા આવેલા શ્રેષ્ઠીની વાતને નકારી કાઢી. આથી માનભંગ થયેલા શ્રી ધનદેવ શોકથી ઉદ્વિગ્ન બનીને ત્યાંથી શીઘ જતા રહ્યા.”
આ સાંભળી પોતાના મન પર જાણે વજાઘાત થયો હોય તેમ તરંગવતી ચિત્કાર પાડી બોલવા લાગી :
રે, રે, આ વિજોગ મેં સહેવાશે?
એના વિના કેમ જિવાશે? ગયા જન્મમાં એ બાણથી વિંધાઈને મરણ પામ્યો હતો અને દૈહિક દુઃખોને ગણકાર્યા વિના હું પણ એની પાછળ પ્રાણની આહુતિ આપી સતી થઈ હતી. આ ભવે પણ હું એ જીવશે ત્યાં સુધી જ જીવીશ. એ જ મારો પ્રાણ, એ જ મારો શ્વાસ છે.”
પિતાની ચેષ્ટાથી તરંગવતીનાં અરમાનોનો ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો, પણ તે હિંમત ન હારી, ભાંગી ન પડી. તેણે સારસિકાને કહ્યું, “સખી! મારું એક કામ કર. હું એક પત્ર લખી આપું તે તું મારા પ્રાણપ્રિયને આપીને એનો જવાબ લઈ જેમ બને તેમ જલદી મને પહોંચાડ.” તરંગવતીએ એક પત્ર તરત લખી નાખ્યો. પ્રિયતમના પ્રેમાળ સંબોધન પછી પોતાના હૃદયની વાતો લખી, પ્રેમ અતિદ્રઢ બને તેવા બે ત્રણ વાક્યો લખ્યાં અને શીધ્રમિલનની આકાંક્ષા જણાવી.
પત્ર લઈ સખી પહોંચી ગઈ શ્રેષ્ઠી ધનદેવના આવાસે, જ્યાં તરંગવતીનો પ્રાણેશ્વર રહેતો હતો. દરવાને રોકી, પણ પધદેવે ખાસ બોલાવી છે એમ સમજાવી મહેલમાં ગઈ. કુમાર કે જે મહેલના ઉપરના માળે રહેતો હતો તે એક ભવ્ય આસન ઉપર બેઠો હતો. તેની બાજુમાં એક મૂઢ બ્રાહ્મણ બેઠો હતો. કુમારને પ્રણામ કર્યા ત્યારે તે બ્રાહ્મણે ક્રોધ કરી સારસિકાને કહ્યું, “અરે ગમાર! મને બ્રાહ્મણને મૂકીને તું શુદ્રને પહેલાં પ્રણામ કેમ કરે છે?” સારસિકાએ વિવેકપૂર્વક એમની માફી માગી. ગમે તેમ એ ક્રોધ કરી ત્યાંથી ચાલ્યા ગયા. સારસિકાએ તરંગવતીનો પત્ર કુમારને આપ્યો. કુમારે વાંચ્યો. વાંચીને તે આનંદિત થઈ ગયો.
-
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org