________________
[૫૪] કેશી ગણઘર
તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં કેશીસ્વામી આચાર્ય હતા અને ગણધર કહેવાતા હતા. તેઓ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હતા. ચારિત્રવંત, ક્ષમાવંત અને મહાતપસ્વી હતા. તેમના અનેક શિષ્યો હતા. તેઓ એક વાર શ્રાવસ્તી નગરીના સિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. એ જ અરસામાં ભગવાન શ્રી મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઇંદ્રભૂતિ ઉર્ફે ગૌતમસ્વામી પણ તે જ શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામે ઉદ્યાનમાં અનેક શિષ્યો સહિત પધાર્યા. આ બન્ને મહામુનિઓના શિષ્યો ગોચરી અર્થે નીકળતાં ભેગા થયા. બન્ને જૈન ધર્મના સાધુઓ હોવા છતાં એકબીજાથી જુદો વેશ જોઈ પરસ્પર તેઓને સંશય થયો કે આનું કારણ શું હશે? ઉભય શિષ્યવૃંદોએ પોતપોતાના ગુરુને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણધરે વિચાર્યું કે, ભગવાન શ્રી પાર્શ્વનાથના શિષ્ય મારાથી મોટા ગણાય, માટે નિયમ પ્રમાણે મારે કેશી સ્વામીને વંદન કરવા જવું જોઈએ. આમ વિચારી શ્રી ગૌતમ સ્વામી હિંદુક વનમાં શ્રી કેશી ગણધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશીસ્વામીએ પણ તેમનો સત્કાર કરી યોગ્ય આસને બેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને શ્રી ગૌતમ ચંદ્ર-સૂર્ય જેવા શોભવા લાગ્યા. અન્ય મતાવલંબીઓ આ કૌતુક જોવા માટે ઉદ્યાનમાં આવ્યા. જૈનધર્મીઓ પણ એકબીજાની ચર્ચા સાંભળવાની ઉત્સુકતાથી આવ્યા. દેવલોકના દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયો. તેમાં પ્રથમ શ્રી કેશી ગણધરે શ્રી ગૌતમસ્વામીને પૂછ્યું, “હે બુદ્ધિમાન! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો અને મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રતરૂપ ધર્મ કહ્યો. તો આ તફાવતનું કારણ શું?'
શ્રી ગૌતમે જવાબ આપ્યો, “સ્વામી! પહેલા તીર્થંકરના સાધુઓ સરળ અને જડ હોય છે; છેલ્લા તીર્થંકરના સાધુઓ વક્ર અને જડ હોય છે; જ્યારે વચ્ચેના ૨૨ તીર્થંકરોના સાધુઓ સરળ અને બુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ બે પ્રકારનો ધર્મ કહ્યો છે. અર્થાત્ પહેલા તીર્થંકરના સાધુઓ ત્વરાએ ધર્મ સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org