________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૯૯
હતા. બંને ભાઈઓ અત્યંત વ્યથિત થઈ ગયા. તેમણે ઉદ્યાનના માળીને પૂછ્યું. માળીએ કહ્યું, ‘મુનિરાજ ધ્યાનસ્થ દશામાં ઊભા હતા. ત્યાં એક દુષ્ટ સાપે એમના પગ ઉપર ડંખ દીધો અને તે આ દરમાં ઘૂસી ગયો. મહામુનિ થોડી જ વારમાં જમીન ઉપર ઢળી પડ્યા!' માળી પણ બોલતાં રડી પડ્યો.
વીરને મામા-મુનિરાજ ઉપર દૃઢ અનુરાગ હતો. તેણે માળીને કહ્યું, “અરે, તમે રાંકડાઓ છો! ડંખ મારીને સાપ જ્યારે નાસી જતો હતો ત્યારે તમે એને મારી કેમ ન નાખ્યો?” આ સાંભળી ધીરે કહ્યું, ‘ભાઈ! શા માટે જીભથી પાપ બાંધે છે? જે બનવાનું હતું તે બની ગયું છે.’
વીરે કહ્યું, ‘મુનિરાજને ડસનાર એવા સાપને મારવામાં પણ ધર્મ છે, તો પછી ‘મારવો’ એવા શબ્દમાત્રથી પાપ શાનું લાગે? સાધુઓની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો એ તો ક્ષત્રિયનો ધર્મ છે! અને જો આ વાત ખોટી હોય તો ભલે આ પાપ મારી જીભને લાગે.’ ધીરે કોઈ જવાબ ન આપ્યો. તેણે મુનિરાજના શરીરમાં વ્યાપેલા ઝેરને ઉતારવાના પ્રયત્ન કર્યા. ગારુડીને બોલાવીને તેણે ઝેર ઉતરાવ્યું. મુનિરાજ સારા થઈ ગયા.
આ રીતે મુનિરાજના પ્રાણ બચાવવાથી, મુનિરાજ પ્રત્યે અપાર પ્રીતિ કરવાથી બન્ને ભાઈઓએ પોતાનું જીવન સાર્થક કર્યું.
આયુષ્ય પૂર્ણ થતાં બન્નેનું મૃત્યુ થયું. ધીર મરીને સુરસેન થયો. વીર મરીને મહાસેન થયો. મોટા મોટા વૈદરાજો જે રોગને ન મટાડી શક્યા, એવો જીભનો રોગ સાપને મારી નાખવાનાં વચન બોલવાથી થયો હતો! પરંતુ મુનિના પ્રાણ બચાવવાથી ધીરે જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવે તથા નવકાર મંત્રના પ્રભાવે તે મહાસેનનો રોગ મટાડી શકાયો.’
આ રીતે આચાર્યદેવ પાસેથી બન્ને ભાઈઓએ પોતાના પૂર્વજન્મની વાતો સાંભળી. પૂર્વજન્મનું જ્ઞાન થવાથી ને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવને અંતરથી જોઈ શક્યા. બન્નેને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તેમણે ભદ્રબાહુસ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું.
દીર્ઘકાળ પર્યંત સંયમધર્મનું પાલન કરી, કર્મોનો નાશ કરી, બન્નેએ મુક્તિ પ્રાપ્ત કરી પૂર્ણ સુખ મેળવી લીધું.
માટે સમજુ માનવોએ અનર્થદંડના॰ જીવને ફોગટ દંડાવનાર એવાં વચનો ક્યારેય, કોઈપણ સંજોગોમાં ન જ બોલવાં જોઈએ.
૧. બિનજરૂરિયાતવાળા પાપ - જેના વિના ચાલે તેવા પાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org