________________
[૬૧].
આરોગ્યકિજ
ઉજ્જૈની નગરીમાં દેવગુપ્ત નામનો બ્રાહ્મણ હતો. તેને નંદા નામે ભાર્યા હતી અને એક પુત્ર હતો. પુત્ર પૂર્વજન્મનાં કરેલાં દુકૃત્યોના કારણે રોગિષ્ઠ હતો. તેથી તેનું નામ પાડ્યું ન હતું,પણ લોકમાં તે “રોગ” નામે ઓળખાવા લાગ્યો હતો. એક વાર વિહાર કરતાં ઈશ્વર નામે મુનિ તેના ઘરે ગોચરી વહોરવા આવ્યા. તે સમયે બ્રાહ્મણે પોતાના પુત્ર રોગને સાધુનાં ચરણોમાં ધરીને વિનંતી કરી : “હે ભગવાન! તમે સર્વજ્ઞ છો તેથી કરુણા કરીને મારા આ પુત્રના રોગની શાંતિનો ઉપાય કહો.” સાધુએ કહ્યું કે, “ગોચરી માટે નીકળેલા અમે સાધુઓ કોઈની સાથે કોઈ પણ સાંસારિક વાત કરતા નથી.” તેથી તે બ્રાહ્મણ મધ્યાહ્ન સમયે પુત્રને સાથે લઈ ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુને વાંદીને તેણે પોતાના પુત્રના દુઃખનો ઉપાય ફરીથી પૂછડ્યો. ત્યારે ગુરુ બોલ્યા: “દુઃખ પાપથી થાય છે. તે પાપ, ધર્મથી અવશ્ય નાશ પામે છે. જેમ અગ્નિથી બળતું ઘર જળના છંટકાવથી બુઝાઈ જાય છે તેમ સારી રીતે કરેલા ધર્મના કારણે સમગ્ર દુઃખો શીબતાથી નાશ પામે છે અને બીજા ભવમાં ફરીથી તેવાં દુઃખો ઉત્પન્ન થતાં નથી.” આ પ્રમાણે ઉપદેશ સાંભળી, બન્ને પ્રતિબોધ પામ્યા અને તેથી તે બન્ને શ્રાવક થયા. તેમાં પણ તે પુત્ર ધર્મમાં વિશેષ દઢ થઈ શુભ ભાવનાપૂર્વક રોગને સહન કરવા લાગ્યો. તે સાવદ્ય ઔષધ કે ચિકિત્સા પણ કરાવતો નહીં.
એક વાર ઈ રોગના દઢ ધર્મની પ્રશંસા કરી. ઇંદ્રની વાત પર શ્રદ્ધા ન બેસવાથી બે દેવો વૈદ્યનું રૂપ ધરી દેવદત્ત બ્રાહ્મણને ત્યાં આવ્યા અને બોલ્યાઃ “અમે આ બટુકને સાજો કરીએ, પરંતુ અમે કહીએ તે પ્રમાણે ક્રિયાઓ તમારે કરવી જોઈશે.” સ્વજનો બોલ્યાં કે, “શી ક્રિયા કરવાની છે તે કહો.” વૈદ્યોએ કહ્યું, “બાળકના આ રોગો અસાધ્ય એવા રોગો હોવાથી
૧. ન ખપે તેવા એટલે કે હિંસક રીતે બનેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org