________________
[૫૭]
પક મુનિ
ક્ષપક નામના એક મુનિ નિરંતર માસક્ષમણાદિક દુષ્કર તપશ્ચર્યા કરતા હતા. એક ઉદ્યાનમાં રહીને આત્મસ્વરૂપનું ધ્યાન ધરતા હતા. તેમના ગુણથી પ્રસન્ન થયેલી કોઈ દેવી હંમેશાં તે મુનિની વંદના તથા સ્તુતિ કરીને કહેતી કે “હે મુનિ! મારા પર ઉપકાર કરીને મારા યોગ્ય કાંઈ કાર્ય બતાવશો.”
એક દિવસ ક્ષેપક મુનિ કોઈ બ્રાહ્મણનાં દુષ્ટ વચન સાંભળીને ક્રોધ પામી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મુનિ તપસ્યા વડે અતિકૃશ થયેલા હોવાથી તે બ્રાહ્મણે તેમને મુષ્ટિ વગેરેના પ્રહારથી મારીને પૃથ્વી ઉપર પાડી નાખ્યા. મુનિ ક્રોધના માર્યા ફરીથી ઊભા થઈ યુદ્ધ કરવા લાગ્યા. તોપણ તે બ્રાહ્મણે પ્રહાર કરી તેમને પાડી નાખ્યા. એમ અનેક વાર તે બ્રાહ્મણે તેમને પરાજય આપ્યો. એટલે ક્ષેપકમુનિ અપમાનિત થઈને માંડ પોતાને સ્થાને આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં હંમેશાંની જેમ તે દેવીએ આવીને મુનિને વંદના કરી, પણ મુનિએ દેવીની સામું પણ જોયું નહીં, તેમ કાંઈ બોલ્યા પણ નહીં, તેથી તે દેવીએ પૂછ્યું, “હે સ્વામી! ક્યા અપરાધથી આજે મારી સામે જોતા નથી અને બોલતા પણ નથી?” મુનિ ઉચ્ચ સ્વરે બોલ્યા કે “કાલે પેલા બ્રાહ્મણે મને માર્યો તોપણ તે મારું રક્ષણ કર્યું નહીં, તેમ જ મારા તે શત્રુને કાંઈ દંડ કર્યો નહીં, માટે માત્ર મીઠાં વચન બોલીને પ્રીતિ બતાવનારી એવી તને હું બોલાવવા ઇચ્છતો નથી.”
તે સાંભળીને સ્મિત કરતાં દેવી બોલીઃ “હે મુનિ! જ્યારે તમે બંને એકબીજાને વળગીને યુદ્ધ કરતા હતા, તે વખતે કૌતુકને ખાતર જોવાની ઇચ્છાથી હું પણ ત્યાં આવીને તમારું યુદ્ધ જોતી હતી, પરંતુ તે વખતે મેં તમને બન્નેને સમાન ક્રોધવાળા જોયા તેથી તમારા બેમાં સાધુ કોણ અને બ્રાહ્મણ કોણ એ હું જાણી શકી નહીં. તેથી કરીને હું તમારી રક્ષા કે બ્રાહ્મણને શિક્ષા કરી શકી નહીં.
આ સાંભળીને મુનિનો ક્રોધ શાંત થયો. તે મુનિ બોલ્યા કે, “હે દેવી! તે મને આજે બહુ સારી પ્રેરણા કરી, તેથી હવે હું ક્રોધરૂપી અતિચારદોષનું પ્રાયશ્ચિત કરું છું. હે દેવી! મેં ધ્યાન-સંબંધી શાસ્ત્રનો ઘણા યત્નથી અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org