________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૮
ત્યારે નીતિમાન રાજાએ પોતે રથ પર ચડી લગામ હાથમાં લીધી ને જોશથી વજનદાર રથ રાજકુમાર તરફ દોડાવ્યો. સહુ જોનારના શ્વાસ થંભી ગયા. ઘણાએ આંખો બંધ કરી લીધી કે મુખ ફેરવી લીધું.
રાજા અડગ હતા. રથ પૂરવેગે દોડતો રાજકુમાર ઉપરથી નીકળતાં અધ્ધર થઈ ગયો. જયજયકારનો ઘોષ ને પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ન મળે ગાય કે ન મળે વાછરડું. રાજા વિસ્મિત થઈ જુએ છે તો કોઈ જાજ્વલ્યમાન દેવી રાજકુમારને ઊભો કરી ઉઠાડી રહી હતી. તેણે કહ્યું, “રાજા! ઉદાસી છોડો. હું તમારી પરીક્ષા કરવા આવી હતી. સાચા સોનાની જેમ તમે સાચા ઠર્યા છો. વાછરડું—ગાય બધી મારી માયા હતી. હવે ખબર પડી કે પ્રાણથી અધિક એકના એક દીકરા કરતાં પણ તમને ન્યાય-નીતિ અધિક વહાલી છે. તમે ખરે જ ધન્ય છો. સુખે રાજ કરો ને અમર તપો!' આમ કહી દેવી ચાલી ગઈ. નગરમાં ને રાજકુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો.
સોનેરી આ જીવનની કીમતી ઘડી પળ જાય છે, દિન ઉગે ને આથમે આયુષ્ય ઘટતું જાય છે. જે જે દીસે છે જગતમાં, ક્ષણમાં બધું યે ક્ષય થશે, આંખો મીંચાતા આખરે બધું મારી માંહી જશે
દુશ્મનને મારો એના કરતાં દુશ્મનાવટને મારો. કુહાડાના ઘા રુઝાય પણ કડવાડેશના ઘા રુઝાતા નથી. મિલ્કતના ટુકડા ખાતર જીગરના ટુકડા ન કરશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org