________________
[૫૧].
રાજા યશોવર્મા
કલ્યાણકટક શહેરમાં યશોવર્મા નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયનો જબ્બર પક્ષપાતી હતો. તેના રાજ્યમાં સહુને સહેલાઈથી ન્યાય મળે તે માટે તેણે રાજમહેલના પ્રાંગણમાં મોટો ઘંટ બંધાવ્યો હતો, જેને સહુ કોઈ ન્યાયઘંટા કહેતા. જે કોઈને ન્યાય જોઈતો હોય તે દોરડું ખેંચી ઘંટ વગાડે એટલે રાજા પોતે આવી ઘંટ વગાડનારની વાત સાંભળી ન્યાય તોળે અને તે બધાને માન્ય રહે એવો એ રાજ્યનો નિયમ હતો.
એક વાર રાજ્યની અધિષ્ઠાતા દેવીને રાજાના ન્યાયનું પારખું કરવાનું મન થયું. તેણે દેવી માયા કરી, રાજાનો કુમાર વેગથી રથ દોડાવતો રાજમાર્ગથી જતો હતો ત્યાં માર્ગમાં તરતના જન્મેલા વાછરડા સાથે બેઠી. વેગથી આવતા રથના પૈડાથી ચગદાઈને તરતનું જન્મેલું બાળ વાછરડું મરણ પામ્યું. આ જોઈ ગાયે રાડારાડ કરી મૂકી ને ઊનાં ઊનાં આંસુઓ પાડવા લાગી. લોકોની ભીડ જામી. કોઈએ ગાયને સંભળાવ્યું, “એમ આંસું પાડ્યું શું વળશે? જા રાજના ન્યાયાલયમાં, ત્યાં તને જરૂર ન્યાય મળશે. અહીં બરાડા પાડવાથી કશું નીપજશે નહીં.” ગાય તો ચાલી ન્યાય મેળવવા. તેણે જોરશોરથી દોરડું ખેંચી ઘંટ વગાડવા માંડ્યો. ત્યારે રાજા જમવા બેઠો હતો. તેને સેવકને જોવા મોકલ્યો. સેવકે જોઈને કહ્યું, “મહારાજ! આપ આરોગો. કોઈ નથી.”
ત્યાં પાછો ઘંટનો અવાજ આવવા માંડ્યો. રાજાએ કહ્યું કે, “આંગણે ન્યાયનો પોકાર પડતો હોય ને જમાય શી રીતે? ધાન ગળે ઊતરે જ નહીં.” રાજાએ ઊઠીને જોયું તો એક દુઃખિયારી ગાય આંસુ સારતી ત્યાં ઊભી હતી. રાજાએ પ્રેમથી ગાયને પંપાળતાં પૂછ્યું, “ધનુ! તારો કોઈએ અપરાધ કર્યો છે?” તેણે ડોકું ધુણાવી હા પાડી. રાજાને સાથે આવવાનું જણાવતી હોય તેમ આગળ ચાલી. રાજા તેની પાછળ પાછળ ચાલ્યો. જ્યાં વાછરડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org