________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦ર
અગ્નિની જેમ પાવન છો, મેં જ ઈર્ષ્યાને લીધે આપને કલંક આપ્યું. આપ તો દયાના સાગર છો. મને ક્ષમા આપો.” આમ આંતરિક શુદ્ધિપૂર્વક પશ્ચાત્તાપ કરતાં તેને દેવીએ પીડામુક્ત કરી. સાજી થઈ ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લઈ સ્વર્ગે ગઈ. મુનિનો જયજયકાર થયો.
ત્યાંનું આયુષ્ય પૂરું કરી તે જનક રાજાને ત્યાં પુત્રી સીતા તરીકે અવતરી. પૂર્વભવમાં મુનિને ખોટું આળ દેવાના અપરાધથી તેણે કલંકિત થઈ વનવાસ તથા એકલવાસનાં દુઃખો ભોગવ્યાં.
આ વેગવતીની વિતક કથા સાંભળી સદા અવર્ણવાદથી બચવું, ને કોઈ અવર્ણવાદ બોલે તો તે સાંભળવો નહીં. જ્યારે ભુલનું ભાન થાય ત્યારે પશ્ચાત્તાપ કરવો.
જે
૪
૪
ઃ મહામંગલમય શ્રી નવકાર મહામંત્ર : ૧. નવકાર મંત્ર ગણવાથી પુરાણા પાપો નષ્ટ થાય છે. ૨. નવકાર મંત્ર સાંભળવાથી પણ પાપ નષ્ટ થાય છે.
નવકાર મંત્ર સંભળાવનાર પણ પવિત્ર બને છે. સર્વકાળના સર્વપાપો નાશ કરનાર નવકાર મંત્ર છે. શ્રી નવકાર મંત્રની બહાર શાશ્વત સુખનો ખજાનો છે.
શ્રી નવકાર મંત્રની અંદર શાશ્વત સુખનો ખજાનો છે. ૭. સર્વકાળના સર્વ પાપો નાશ કરનાર નવકાર મંત્ર છે. ૮. નવકારની આરાધનાથી વિરાધનાની દુર્ગધ દૂર થાય છે. ૯. નવકારના સ્મરણથી આરાધનાની સુવાસ ફેલાય છે. ૧૦. નવકાર મંત્રના સ્મરણથી વિનો ટળે છે. ૧૧. નવકાર મંત્રના સ્મરણથી વાંછિત ફળે છે. ૧૨. નવકાર મંત્રના સ્મરણથી અગ્નિ જળરૂપ બને છે. ૧૩. નવકાર મંત્રના શબ્દો ત્રણે કાળમાં ફરતા નથી.
૧. પારકાની નિંદા - ટીકા - કૂથલી કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org