________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૭૦
તે સાંભળી સફાળી ઊભી થઈ ગઈ અને તરત બહાર આવીને ‘મારા દીકરા!' કહી હર્ષથી ભેટી. દીકરા પણ મા મળ્યાના આનંદમાં હર્ષથી રડી પડ્યા. મલયાગિરિએ પોતાના યુવાન દીકરાઓને પોતે કેવાં કેવાં દુ:ખો વેઠ્યાં આદિ કહ્યું. સાંભળી રડતા પુત્રોએ કહ્યું, “મા, હવે તું ચિંતા કરીશ નહિ. સવારે સહુ સારાં વાંનાં થશે.’’
સવાર થતાં જ સાગર અને નીર માને લઈને પુકાર કરવા રાજદરબારે આવ્યા. આવડું રાજ્ય છતાં રાજાને જંપ નહોતો, શાંતિ નહોતી. તે અંદર ને અંદર પત્ની અને પુત્રોના વિયોગથી ઝૂરતો હતો. સવારના પહોરમાં તેને ફરિયાદ સાંભળવા મળી. સાગર અને નીરે પોતાની આખી વાત કહી અને અમારા પરિવારને છિન્નભિન્ન કરનાર સાર્થવાહ પણ અહીં જ છે તે પણ કહ્યું. રાજાએ પોતાના પરિવારને ઓળખી લીધો ને પોતાની પણ ઓળખાણ આપી. તેમના પરિવારમાં જ નહીં, પણ સમસ્ત નગરમાં આનંદમંગળ વરતાઈ રહ્યાં. બાર વર્ષ પછી પુત્રો અને પતિ-પત્ની મળ્યાં હતાં. આનંદનો પાર નહોતો. સાર્થવાહને દંડની શિક્ષા આપી સીમા પાર તગેડી મૂક્યો. સાર્થવાહને તેના પરિવારનો તેને વિયોગ ન થાય એવા વિચારે તેને પોતાની જેલમાં ન પૂર્યો. ચંદને બંને રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કર્યું. પતિ-પત્નીએ દઢતાપૂર્વક શીલનું પાલન કર્યું ને સ્વર્ગ પામ્યાં. પૂર્વપુણ્યે જ સમાનધર્મવાળું દાંપત્ય પમાય છે. જેઓ દુઃખમાં પણ શીલ ચૂકતાં નથી તેઓ અચૂક સુખ અને યશ પામે છે.
: સદ્બોધ સંચય :
જે સ્થળે રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આ ત્રણ મનુષ્યોની પાછળ લાગી રહ્યા હોય તે સ્થળે સૂવાની નહિં પણ જાગવાની જરૂર છે જાગશો તો પામશો, સૂઈ જશો તો ગુમાવશો.
Jain Education International
પલ પલ આત્મનિરીક્ષણ કરો પલ પલ બહુ જ કિંમતી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org