________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૯
સાથે રહીશું.” ચંદન સમજી ગયો કે આ તો કુશીલ થવાની વાત છે. તેથી પોતે દુઃખી અને અસ્વસ્થ છે તેમ જણાવી ત્યાંથી તે ચાલી નીકળ્યો.
ચાલતાં ચાલતાં તે શ્રીપુર નગરના સીમાડે આવી પહોંચ્યો. થાકીને એક ઝાડ નીચે આરામ માટે બેઠો. થોડી વારમાં જ તેને ઊંઘ આવી ગઈ. તે નગરનો રાજા નિઃસંતાન ગુજરી ગયો હતો, એટલે યોગ્ય રાજાની શોધ માટે પાંચ દિવ્ય કરવામાં આવેલા, આ પાંચ દિવ્ય ચંદન ઉપ૨ થયા, એટલે વાજતેગાજતે તેને નગરમાં લઈ જઈ રાજ્યગાદી ઉપર બેસાડ્યો. સહુને આશ્ચર્ય થાય તેવી રીતે તેણે રાજ્યને વ્યવસ્થિત કર્યું. નગરજનો અને પ્રધાનોએ તેમના આ રાજાને લગ્ન કરવા સમજાવ્યા, પણ રાજાએ લગ્ન કરવાની સાફ ના કહી.
આ તરફ નદીના બન્ને કાંઠે ઊભા ઊભા બન્ને બાળકોને રડતા જોઈ. એક સાર્થવાહ તેમને સાંત્વાના આપી પોતાના ઘરે લઈ ગયો અને પુત્રની જેમ પાળ્યા-પોષ્યા અને મોટા કર્યા. તેઓ યુવાન થયા, પણ જન્મે ક્ષત્રિય હોવાથી વણિકની જેમ વ્યાપાર આદિ કરી શક્યા નહીં. તેથી તેઓ શ્રીપુરમાં રાજસેવા અર્થે આવ્યા અને કોટવાલના હાથ નીચે ચાકરી કરવા લાગ્યા. આ નગરમાં જ તેમના પિતા ચંદનરાજ રાજ્ય કરતા હતા. પણ કોઈનો એકબીજાનો ભેટો થયો નહિ.
પેલી તરફ પેલો સાર્થવાહ મલયાગિરિને આશામાં ને આશામાં છોડતોય નહોતો ને તેની અભિલાષા પૂરીય થતી નહોતી. વર્ષો સુધી મલયાગિરિને ફેરવતો ફેરવતો તે પણ ત્યાં શ્રીપુરમાં આવ્યો. તે કેટલીક ભેટ આદિ લઈ ચંદનરાજાને મુજરો કરવા આવ્યો. રાજાએ સાર્થવાહની મોંઘી મોંઘી ભેટો જોઈ પ્રસન્નતા બતાવી કહ્યું – ‘કંઈ કામ હોય તો જણાવજો.’ સાર્થવાહે કહ્યું -- ‘મારા સાર્થ અને માલ-સામાનની રક્ષા માટે ચુનંદા યુવાન પહેરગીરો જોઈએ છે. રાજાએ કોટવાલને કહેતાં કોટવાલે સાગર અને નીર સાથે કેટલાક પહેરગીર મોકલ્યા. રાત પડતાં પહેરગીરો ચોકી ઉપર ઊભા રહ્યા. રાત વીતતી જતી હતી. બધા સૂઈ ગયા હતા. પહેરગીરો ભેગા થઈ વાતોના ગપાટા મારતા હતા. એકબીજાની આપવીતી કહેતા-સાંભળતા હતા. તેમાં સાગર અને નીરે પોતાની આપવીતી કહી. તંબુમાં જાગતી પડેલી મલયાગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org