________________
[૪૩]
દુંદલ ચારણ
રા'ખેંગાર જૂનાગઢ નરેશ એક દિવસ જંગલમાં શિકારે ગયો. તેણે ઘણાં સસલાંનો શિકાર કર્યો. મારેલાં સસલાંને તેણે ઘોડાના પૂંછડે બાંધ્યાં. નગરમાં પાછા ફરતાં તે રસ્તો ભૂલી ગયો.
રસ્તામાં એક જગ્યાએ ઝાડ નીચે એક જણને સૂતેલો જોયો. તે એક ચારણ હતો. ખેંગારે તેની પાસે જઈને પૂછ્યું, ‘‘ભાઈ! હું રસ્તો ભૂલી ગયો છું.’’ ‘‘હાં, એ તો દેખાય જ છે.’’ ખેંગાર કહે : “મને સાચો રસ્તો બતાવીશ.” ચારણની નજ૨ પૂંછડે બાંધેલાં મરેલાં સસલાં ઉપર પડી હતી. આ શિકાર કરેલાં સસલાં જોતાં તે થરથર કંપી ઊઠ્યો. રસ્તો બતાવતાં તેણે કહ્યું :
જીવ વતા નાગ ગઈ,
અવધૃતા ગઈ સગ્ગ; વાટડી
જિન ભાવે તિણ લગ્ન.
Jain Education International
હું જાણું દો
એટલે કે, ‘જીવનો વધ-હત્યા કરનાર નરકે જાય છે અને દયા પાળનાર સ્વર્ગે જાય છે; મને તો માત્ર આ બે રસ્તાની ખબર છે. તને જ ગમે તે રસ્તે તું જા.'
રાંખેંગાર આ સાંભળી ખુશ થઈ ગયો. પેલાનું નામ પૂછ્યું. તેણે કહ્યું, “હું ચારણ દુંદળ.” રાંખેંગારે તરત જ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી, ચારણને રાજસભામાં બોલાવીને તેનું સન્માન કર્યું અને તેને અશ્વો તથા એક ગામ ભેટ આપ્યું.
અભયદાન કરવાથી દાતા મુક્તિ (મોક્ષ) પામે છે. અનુકંપા દાન કરવાથી દાતા સુખ પામે છે. ઉચિત દાન કરવાથી દાતા પ્રશંસા પામે છે અને કીર્તિદાન કરવાથી દાતા સમાજમાં પ્રતિષ્ઠા - મોટાઈ પામે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org