________________
જૈન શાસનના ચમકા સિતારા ૦ ૧૫૯
ટોળામાં એ બધાથી ચઢી જાય તેવો તેમનો નાયક ઉંબર રાણો ખચ્ચર ઉપર સવારી કરતો ચાલ્યો આવે છે. લોકો કુતૂહલથી એમને જોઈ રહ્યા છે. - રાજાએ આ વાત સાંભળી. એમને તો આવું જ જોઈતું હતું. આવા જ કોઈની શોધમાં તે હતો. તેણે મયણાસુંદરીને આ કોઢિયા રાજા સાથે પરણાવી દીધી. મયણા કર્મમાં માનતી હતી. કરેલાં કર્મ ભોગવવાનાં જ હોય છે. એને સંતોષ છે. તે ઉંબર રાણા સાથે પ્રેમથી રહે છે. પણ ઉંબર રાણાને એમ થાય છે કે મયણાની ઇચ્છા હોય તો તેને છૂટી કરવી અને એની ઇચ્છા પ્રમાણે તે ભલે ઇચ્છિત વરને પરણે.
એક રાતનો પ્રસંગ છે. ઉંબર રાણી મયણાને કહે છે, “તું શું કરવા આવા દુઃખમાં રહે છે? ફરીથી કોઈ યોગ્ય બીજા પુરુષ સાથે લગ્ન કરી લે.” પણ મયણા કહે છે, “મેં તમને આ અગ્નિની સાક્ષીએ પતિ તરીકે સ્વીકાર્યા છે. હવે બીજો કોઈ વિચાર જ ન હોય.” વાતો આગળ ચાલે છે. મયણા કહે છે, “ભલે તમે કોઢિયાના સંગે છે, પણ તમારા સંસ્કાર ઊંચા છે. મારે તમારો જીવનવૃત્તાંત સાંભળવો છે. ઉંબર રાણો પોતાની વાત કહે છે –
અંગ દેશમાં ચંપા નામે નગરી છે. તેમાં સિહરથ રાજા રાજ્ય કરે છે. તેને કમળપ્રભા નામે રાણી છે. લગ્નનાં ઘણાં વર્ષો બાદ તેમને રૂપાળો પુત્ર જન્મ્યો, એનું નામ શ્રીપાળ પણ કર્મની વાત ન્યારી છે. રાજાનું આયુષ્ય ટૂંકું નીવડ્યું. રાણીના દુઃખનો પાર નથી. રાજાની સેનાના પણ કેટલાક માણસો નાલાયક નીવડ્યા. શ્રીપાળનો કાકો અજીતસેન આ તકનો લાભ લઈ લશ્કર લઈ નગરી ઉપર ચઢી આવ્યો અને ટૂંક વખતમાં રાજ્યનો કબજો લઈ લીધો. અજીતસેને સૈનિકોને આદેશ આપ્યો કે શ્રીપાળનું માથું વાઢી લાવો. રાણી ચોધાર આંસુએ રડે છે. પ્રધાન મતિસાગરે રાણીને સલાહ આપી, “કુંવરને લઈ નાસી જાઓ.” રાણી કુંવરને લઈ રાતોરાત જ શહેરમાંથી ભાગી જાય છે. સવાર સુધી ચાલતાં ચાલતાં જંગલમાં પહોંચે છે. પણ દૂરથી અજીતસેનની સેના આવતી હોય તેવા ભણકારા મનમાં વાગ્યા જ કરે છે. ત્યાં રાણીએ આ સાતસો કોઢિયાઓનું ટોળું જોયું. ભયભીત થયેલી રાણીએ ટોળાને કહ્યું, “આ બાળક સંભાળો. અમે ભયમાં છીએ. રાજાનું લશ્કર અમારી પાછળ છે. તે કુંવરને મારવા માગે છે.” ટોળાના આગેવાને કહ્યું, “તમે નિશ્ચિંત રહો. આ બાળકનો વાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org