________________
જૈન શાસનના ચમકા સિતારા ૦ ૧૨
સાસુની શિખામણ ગાંઠે બાંધી શ્રીપાળ નીકળી પડ્યો. રસ્તામાં મોટું જંગલ આવ્યું. કેટલાક તાપસો ત્યાં તપ કરે છે. પણ અસુરો તેમની સાધનામાં વિઘ્ન નાખે છે, ઉપદ્રવો કરે છે તેથી તપ ફળતું નથી. શ્રીપાળને જોઈ તાપસો તેને રક્ષણ માટે વિનંતી કરે છે. ધર્મનું રક્ષણ કરવું એ તો ક્ષત્રિયોનો ધર્મ છે. તે અસુરોને ડરાવી ભગાવે છે. તાપસો ખૂબ જ રાજી થાય છે અને શ્રીપાળને બે વિદ્યાઓ આપે છે. એક છે જળહરણી, જેથી પાણીમાં પડે તો તે ડૂબે નહીં અને બીજી શસ્ત્રસંતાપહરણી, જેથી કોઈ પણ શસ્ત્ર તેને ઈજા કરી શકે નહીં.
શ્રીપાળે આગળ પ્રયાણ કર્યું. ચોર્યાસી બંદરના વાવટા જેવું ભરૂચ બંદર આવ્યું. ત્યાં ધવલ શેઠ નામના વેપારીનાં પાંચસો વહાણો માલ લેવા-મૂકવા નાંગર્યા હતાં. દસ હજાર સેવકો સાથે છે. ધવલ શેઠ શ્રીમંત ખરો, પણ મનનો મેલો. લોભનો પાર નહીં. સ્વાર્થ સિવાય બીજી વાત નહીં. એના પાપે વહાણ થંભી ગયાં હતાં. ન હાલે કે ન ચાલે. કોઈકે સલાહ આપી કે કોઈ બત્રીસલક્ષણાનો ભોગ અપાય તો આ સંકટ દૂર થાય અને વહાણો ચાલે. એવા કોઈ બત્રીસલક્ષણાની શોધ ચાલી.
ધવલના સેવકોએ શ્રીપાળને દેખ્યો. તેમને આ માણસ યોગ્ય લાગ્યો. તેને પકડી ધવલ શેઠ પાસે લઈ આવ્યા. શ્રીપાળ વાતને સમજી ગયો. તેણે તો મનમાં જ નવપદની આરાધના શરૂ કરી અને ચમત્કાર થયો. થોડી વારમાં પવન ફૂંકાવા લાગ્યો. વહાણો પાણીમાં ડોલવા લાગ્યાં અને ગતિમાં આવ્યાં. ધવલ શેઠે શ્રીપાળની ક્ષમા માગી. એને થયું, આવો પરાક્રમી પુરુષ સાથે હોય તો પ્રવાસમાં સરળતા રહે. શ્રીપાળને તો દેશ-વિદેશ જોવા હતા. તેથી તેણે ધવલ શેઠ સાથે રહેવા હા પાડી. વહાણો આગળ ચાલતાં ચાલતાં કેટલાક દિવસે બબ્બરકોટ નામના બંદરે પહોંચ્યાં. ત્યાં મહાકાળ નામે રાજા રાજ્ય કરે. વહાણો પાણી તથા બળતણ લેવા ત્યાં થોભ્યાં. ત્યાંના રાજાના સેવકોએ ત્યાંના કાયદા પ્રમાણે દાણ માંગ્યું. ધવલ શેઠે ખોટી ખુમારીથી દાણ આપવાની ના પાડી અને સેવકોને માર મારી કાઢી મૂક્યા. રાજા મહાકાળ ગુસ્સે થયો. તેણે મોટું લશ્કર મોકલ્યું. ધવલ શેઠના ઘણા સેવકો જાન બચાવવા ભાગી ગયા. ધવલને પકડી ઝાડ સાથે ઊંધે માથે લટકાવી દીધો. ધવલ શેઠે રોતાં-રોતાં આજીજી કરી, શ્રીપાળને કહ્યું, “આમાંથી બચાવો તો અડધાં વહાણ તમોને આપી દઉં.” શ્રીપાળે શીખામણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org