________________
જૈન શાસનના ચમકતા સિતારા . ૧૪
ઓલવી દઈશ.” સુભદ્ર બધું કબૂલ કર્યું. સુશીલાએ કહ્યું, “તે આજે સાંજે જ આવશે.”
સમય થતાં વાતચીત કર્યા મુજબ સુશીલાની સહેલી એવો જ ઉદ્ભટ વેશ પહેરીને આવી. બન્ને ખૂબ હળીમળી આનંદ કરવા લાગી. સુભદ્રને ભરોસો થઈ ગયો કે સાચે જ આજે લાંબા કાળની અભિલાષા પૂર્ણ થશે. તે સુગંધી પુષ્પ, ધૂપ-ચંદન કપૂર આદિથી યુક્ત શય્યાવાળા પલંગ ઉપર બેઠો હતો. શયનાગાર બરાબર સજાવેલું હતું ને દીપકનો આછો પ્રકાશ રેલાતો હતો.
સુશીલા વિચારતી હતી; ખરે જ વિષયરૂપી આવેશવાળો જીવ પારકી નારીના વિચારોમાં ડૂબી જવું આદિ બધી જ કુચેષ્ટાઓ કરે છે ને ચંચળ વૃત્તિવાળો થઈને રહે છે. અરેરે! અનંત સુખ આપનાર વ્રતને પણ તે ગણકારતો નથી. લીધેલા વ્રતની પણ તે ઉપેક્ષા કરે છે. સુશીલ અને સમજુ એવો મારો પતિ જ વિષયાધીન થઈ ગયો તો બીજા સાધારણ માણસની શી દશા? ગમે તે થાય પણ મારા પતિનું વ્રત તો નહીં જ ખંડિત થવા દઉં. બાર વ્રતધારી શ્રાવક અને પરસ્ત્રીની અભિલાષા? તેણે મનથી નક્કી કરેલ ઉપાય અજમાવ્યો. આવેલ સહેલીનાં બધાં જ વસ્ત્રો તેણે પહેરી લીધાં. બધાં તેનાં આભૂષણો પહેર્યા. રાત્રિની શરૂઆત થઈ ગઈ હતી. તેણે લટક મટક કરતી શયનગૃહમાં પ્રવેશ કર્યો અને તરત સુભદ્રે દીવો બૂઝવી નાખ્યો. તે પલંગ પાસે આવતાં સુભદ્રે તેને ખેંચી બાહુપાશમાં જકડી લીધી અને ચુંબનોથી ભીંજવી નાખી. તેની સાથે કામક્રીડા કરી પોતે અતિસંતુષ્ટ થયો અને નિદ્રાધીન થઈ ગયો. પ્રાતઃકાળ થતાં પૂર્વે સ્ત્રી પલંગ ઉપરથી ઊઠી ઘરે જવાનું કહી ચાલતી થઈ. તેના ગયા પછી સુભદ્રને ઘણો પશ્ચાત્તાપ થયો, “અહો! જિનેશ્વર દેવોએ પરમ હિત માટે કહ્યું છે, તે પરલોકના ભાતા સમાન શીલને હું આજે હારી ગયો. ધિક્કાર છે મારી જાતને!”
આવી ભાવનાથી સુભદ્રનું અંતઃકરણ સંવેગમય થઈ પશ્ચાત્તાપથી જાણે બળવા લાગ્યું. ત્યાં સુધી કે તે તે પોતાની પત્ની સાથે આંખ પણ મેળવી ન શકતો. તેની આંખો શરમથી ઢળી પડતી. તેની આ સ્થિતિ જોઈ પત્નીએ વિચાર્યું : “મારા પતિ લજ્જાવાન છે માટે સરળતાથી ધર્મ પામશે. જે સાવ નિર્લજ્જ અને વાચાળ હોય છે તે ધર્મ નથી પામી શકતા. તે એવા નથી.” તે સામાયિકમાં સ્વાધ્યાય કરતી વેળા વ્રત - પાળવા ન પાળવાના પ્રસંગો મોટેથી સુભદ્ર સાંભળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org