________________
[૪૬] બપ્પભટ્ટસૂરિ અને આમ રાજા
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ એક વાર મોઢેરા ગામમાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તેમની પાસે એક બાળક આવી વંદના કરીને બેઠો. સુંદર બાળકને જોઈ સૂરિજીએ બાળકને પૂછ્યું, “શું નામ? ક્યાંથી આવ્યો છે?”
બાળકે જવાબ આપ્યો, “હું ડુબા ગામથી આવું છું. મારું નામ સૂરપાલ છે. મારા બાપાનું નામ બL અને મારી માતાનું નામ ભટ્ટીબાઈ છે. અમે જાતે ક્ષત્રિય છીએ. મારા પિતાને એક વર્ષો જૂનો શત્રુ વારે વારે હેરાન કરતો હતો. હું તેની સાથે લડીને સદા માટે ફેંસલો કરવા તૈયાર થયો તો મારા પિતાએ મને ના પાડી અને છાનામાના બેસી રહેવા કહ્યું, તેમ જ પોતે જ એની સાથે પતાવટ કરશે તેમ જણાવ્યું. આથી મને ખોટું લાગ્યું અને કોઈને કીધા વગર ઘર છોડીને ગામે ગામ ફરું છું. અહીં આજે આવ્યો છું તે આપનાં દર્શનના વિચારે. આનંદ થાય છે મને કે આપ જેવાનાં દર્શન થયાં.” - નાની વયના આ તેજસ્વી બાળકને જોઈ આચાર્યશ્રીએ કહ્યું, “એમ છે, તો તું અહીં જ રહે. તારી રહેવાજમવાની વ્યવસ્થા અહીં થઈ જશે. ફિકર કરીશ નહીં.” અને બાળક ત્યાં રહેવા લાગ્યો. પૂજ્યશ્રી તેને ભણાવવા લાગ્યા. બાળક એટલો કુશાગ્ર બુદ્ધિનો હતો કે રોજ એક હજાર શ્લોક ગોખી કંઠસ્થ કરવા લાગ્યો. બુદ્ધિ સાથે બાળક નમ્ર પણ હતો. આચાર્યશ્રીની તેનાં ઉપર કૃપા ઊતરી. ડુંબા ગામથી તેના માતા-પિતાને બોલાવી તેમણે સમજાવ્યું કે - “આ બાળક દીક્ષા લેશે તો નામ કાઢશે. અનેકને ધર્મ પમાડનાર અને મહાપ્રભાવના કરનાર થશે.” આ સાંભળી બપ્પ પિતાએ કહ્યું, “આપ જ્ઞાની છો. આપનું કહ્યું મને માન્ય છે. પણ અમારું નામ રહે એવું કરજો.” પછી તે બાળકની ભાવના મુજબ ધામધૂમથી દીક્ષા આપી અને પિતા-માતાના નામ ઉપરથી “બપ્પભટ્ટી” નામ આપ્યું.
ગુરુકૃપાએ સિદ્ધસેનસૂરિ પાસેથી તેમણે સરસ્વતીનો મંત્ર મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org