________________
[૪]
સુશીલા-સુભદ્ર રાજપુર નગરમાં જિનદાસ નામે શેઠ રહે. તેમનું આખું કુટુંબ ઘણું ધર્મિષ્ઠ હતું. તેમને એક દીકરી હતી. એનું નામ સુશીલા હતું. તેને કોઈ સાધર્મિક સાથે જ પરણાવવી એમ જિનદાસે નક્કી કરેલું.
એક સુભદ્ર નામનો યુવક પૃથ્વીપુરનગરથી વ્યાપાર અર્થે રાજપુરમાં આવ્યો. જિનદાસ શેઠ આ સુભદ્રના સંપર્કમાં આવ્યા. તેનું બોલવું - ચાલવું, રીતિ-નીતિ અને વાતચીત ઉપરથી “આ ઉત્તમ શ્રાવક છે' એમ જાણી જિનદાસે પોતાની દીકરી સારી ધામધૂમથી તે સુભદ્ર સાથે પરણાવી. તે નામે સુશીલા તેમ ગુણથી પણ સુશીલ હતી. ઘરના કામકાજ ઉપરાંત પતિની ભક્તિ તે નિર્મળ અંતઃકરણથી કરતી.
એક દિવસ સુશીલાની કોઈ રૂપે સુંદર સખી ઉડ્મટ વેશ પહેરીને સુભદ્રના ઘરે આવી. સુભદ્ર તેને જોતાં જ અનુરાગી થયો. કુળવાન હોવાથી લજ્જાથી કંઈ બોલ્યો નહીં પણ મનથી પેલી સુંદરી ભુલાઈ નહીં. એની યાદ તેને સતત સતાવતી રહી. આને કારણે તે દિવસે દિવસે દુર્બળ થતો ગયો. તેની આવી સ્થિતિ જોઈ પત્નીએ વારંવાર કારણ પૂછ્યું. અતિ આગ્રહના લીધે તેણે ખરી વાત સુશીલાને કહી દીધી અને કહ્યું : “જ્યાં સુધી મને તે સ્ત્રીનો સમાગમ નહીં થાય ત્યાં સુધી મને કળ વળવાની નથી.” - સુશીલા આ સાંભળી સ્તબ્ધ થઈ ગઈ, “મારો વ્રતધારી પતિ આવી પાપી કામેચ્છા કરે છે?” પણ તે ચતુર અને ધીર હતી. તેણે કહ્યું, “તમારી એવી જ ઇચ્છા છે તો તે હું પૂરી કરીશ. મારી સહેલી હું જે કહું તે ટાળે જ નહીં. હું શીઘા જ આ કામ કરી આપીશ.”
એક દિવસે સુશીલાએ પતિને કહ્યું, “જુઓ, મારી સહેલી તૈયાર તો થઈ છે, પણ તેને ઘણી શરમ આવે છે તમારાથી અને તેમાં આવા પ્રસંગે તેને ઘણી જ શરમ આવશે. તે પોતે જ એમ કહેતી હતી અને તેણે આગ્રહપૂર્વક કહ્યું છે કે, “હું શયનગૃહમાં આવું કે તરત જ દીવો ઓલવી નાખે. નહીં તો હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org