________________
જૈન શાસનના ચમકતા સિતારા - 60
રકમ હાથમાં આવી ગઈ છે. એટલે તે વિચારે ચડ્યો. અડધી જિંદગી પૂરી થઈ ગઈ પણ કોઈ દિવસ ઘેબર ખાવા મળ્યો નથી. ઘણા વખતની ઘેબર ખાવાની ઇચ્છા આજે પૂરી થાય છે એમ વિચારી તેણે પોતાના ઘરે એક માણસને મોકલ્યો અને પોતાની સ્ત્રીને કહેવડાવ્યું કે આજે રસોઈમાં ઘેબર બનાવજે.
ઘરે એની સ્ત્રીએ ઘેબર બનાવ્યો. બે જણ ખાઈ શકે એટલો બનાવ્યો.
બરાબર એ જ દિવસે અચાનક જ તેમનો જમાઈ તેના નાના ભાઈને લઈને એ ગામમાં કોઈ કામ માટે આવેલા તે આ નૈગમના ઘરે આવ્યા. નૈગમની પત્ની ઘણી જ રાજી થઈ. સાસુ ઘણા વખતે જમાઈને જુએ તો સાધારણ રીતે તે હરખાય એમ નૈગમની પત્ની હરખાઈ અને ભાવપૂર્વક બન્નેને જમવા બેસાડયા અને બનાવેલ ઘેબર બન્નેને ખવડાવી દીધો. નિરાંતે જમી જમાઈ તો પોતાના ગામે જવા ઘરેથી વિદાય થઈ ગયા.
હવે જમવા રસોઈ તો કરવી જ રહી એટલે નૈગમની પત્ની લોટ કાઢી રોટલા ઘડવા બેઠી. તે રોટલા ઘડતી હતી ત્યારે નગમ ઘરે આવી પહોંચ્યો. મનમાં તો હરખ છે, આજે તો ઘેબર, બસ ઘેબર ખાશું. માંડ માંડ અવસર મળ્યો છે. પણ ઘરે પહોંચતા પત્નીને રોટલા ઘડતી જોઈ ખીજાઈને બોલ્યો - કેમ આજે ઘેબર કરવાનું તને કહેવડાવ્યું હતું ને રોટલા કેમ કરે છે? પત્ની જવાબ આપે છે. ઘેબર તો બનાવ્યો હતો બે જણ માટે પણ આજે જમાઈ આપણા ઘરે તેમના નાના ભાઈ સાથે આવેલા. તેમને જમાડતાં બધો ઘેબર ખલાસ થઈ ગયો. એટલે જમવા માટે રોટલા ઘડું છું.
અરેરે! નૈગમના મોંએથી હાય હાયના ઉદ્દગાર સરી પડ્યા. ઘેબર ખલાસ! થોડીવાર અફસોસ કરતાં કરતાં તે વિચારવા લાગ્યો. કર્મમાં ન હોય તો ક્યાંથી મળે? કિસ્મતમાં રોટલા જ લખ્યા હોય તો ઘેબર ક્યાંથી મળે? મેં આંબલી વાવી અને આંબાની આશા રાખી તે કેમ ફળે? એક ડોસીને ધૂતી લીધી. એ કર્મ બાંધ્યાં. એ હરામના પૈસાથી ઘેબર ખાવાની આશા રાખી. અરે જીવ! આ તેં શું કર્યું? કેવું કર્મ બાંધ્યું. હવે આ કર્મ ભોગવ્યા વિના છૂટકો જ નથી. એમ ખરા દિલથી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. કોઈ સદ્ગુરુ પાસે સંયમ અંગીકાર કરીને સમાધિમાં મરીને સદ્ગતિમાં પહોંચી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org