________________
[૩૨] જિનદાસ અને શાંતનુ શેઠ
પ્રભુ મહાવીરના સમયની આ વાત છે. રાજગૃહી નગરીમાં શાંતનુ નામે એક શેઠ વસે. કુંજીદેવી નામે તેમની પત્ની. બાપદાદાએ શરૂ કરેલ પેઢી ધમધોકાર ધંધો કરે. પિતાજી ગુજરી જવાથી પેઢીનો બધો ભાર શાંતનુના માથે આવ્યો. ધંધાની આવડત નહીં એટલે આસ્તે આસ્તે મૂડી ઓછી થતી ગઈ. ભાગ્યનું ચક્ર ફરવા લાગ્યું. પેઢી તૂટતી ગઈ અને ભાવિ અંધકારમય બની ગયું. વખત એવો આવ્યો કે બે ટંક ખાવાના સાંસા પડવા લાગ્યા. શાંતનુ શેઠ બહુ જ મૂંઝાયા. રાત્રે ઊંઘ ન આવે, પાસાં આમથી તેમ ફેરવે. રાતના એક તૂકો સૂક્યો. ચોરી કરીને ધન મેળવવું એવો વિચાર પાકો કર્યો.
સવારે ઊઠી કુંજી શેઠાણીને વાત કરી. શેઠાણી ચોંકી ઊઠી, “અરે, આવો ચોરીનો અધમ વિચાર?”
શેઠ કહે : “હવે કોઈ બીજો રસ્તો દેખાતો નથી. ભૂખનું દુઃખ સહેવાતું નથી. ગમે તેમ થોડું ધન ભેગું કરવું જ જોઈએ. ચોરી તો ચોરી કરીને પણ.”
શેઠાણી સમજદાર હતી. તેણે શેઠને કહ્યું: “ચોરી ન કરવી હોય તો કોઈ સાધર્મિકને ત્યાં કરો. ચોરીના ધનથી વેપાર કરી તે પૈસા તેમને પાછા વ્યાજ સાથે આપી દેવાની ભાવના રાખીને જ ચોરી કરજો.” શેઠે કચવાતા મને શેઠાણીની સલાહ માનવી પડી.
બીજે દિવસે સાંજે પ્રતિક્રમણ કરવાના બહાને ઉપાશ્રયે ગયા. પ્રતિક્રમણ કરવા જિનદાસ શેઠની બાજુમાં બેઠા. જિનદાસ શેઠ પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે તેમણે પોતાના ગળામાં મોતીનો હાર હતો તે કાઢી કોટના ગજવામાં મૂક્યો અને કોટ કાઢી બાજુમાં મૂક્યો. આ બધું ધ્યાનથી શાંતનુ શેઠે જોયું. પ્રતિક્રમણનું નાટક તે કરતા ગયા, ધ્યાન તેમનું જિનદાસ શેઠના કોટમાં મોતીનો હાર હતો તેમાં હતું. અંધારુ થતાં લાગ જોઈ કોટના ખીસામાંથી શાંતનુએ હાર ઝડપી લીધો અને પોતાની પાસે રાખી લીધો. છાનામાના ઘેર આવ્યા. પત્નીને બધી ચોરીની વાત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org