________________
[33]
સિંહ શ્રેષ્ઠી
કીર્તિપાલ નામે રાજા વસંતપુર નગરમાં રાજ્ય કરતા હતા. તેમને ભીમ નામનો પુત્ર હતો. આ ભીમને સિંહ નામનો, એક શેઠનો પુત્ર, મિત્ર હતો. આ સિંહ જિનેન્દ્ર દેવનો પરમ ઉપાસક હતો. તેણે ગુરુ પાસે દિગ્વિરતિ વ્રત લીધું હતું (દશે દિશાઓમાં એક દિવસમાં આટલા અંતરથી વધારે આગળ જવું નહીં એવી કાંઈક મર્યાદા કરવામાં આવે) અને ૧૦૦ યોજનથી વધારે આગળ ન જવું એવો નિયમ અંગીકાર કર્યો હતો. તેના ઉત્તમ ગુણોને લીધે રાજા કીર્તિપાલને તે ઘણો પ્રિય હતો.
એક વાર કોઈ દૂતે આવી રાજાને કહ્યું, “મહારાજ! નાગપુરના મહારાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક અતિરૂપવતી અને ગુણવતી કન્યા છે. તેને દેખવા માત્રથી માણસ મુગ્ધ થઈ જાય તેવો તેનો પ્રભાવ છે. તેના જેવી બીજી કોઈ કન્યા આ પૃથ્વી ઉપર હોય તેવું અમને લાગતું નથી. તેના માટે ઘણા કુમારો જોયા પણ ક્યાંય મન ઠર્યું નથી. એને યોગ્ય તમારો યુવરાજ ભીમ છે ને કુમારને યોગ્ય અમારી રાજકુંવરી છે, એવું ચિંતવી અમારા મહારાજાએ મને વિશ્વાસુ જાણી તમારી પાસે આ બાબત નિવેદન કરવા મોકલ્યો છે. માટે કુંવરી વરવા માટે કુમારને અમારી સાથે જ મોકલો તો સારું.’’
યોગ્ય કરવાનું આશ્વાસન આપી રાજાએ દૂતને આવાસે મોકલ્યો અને સિંહ શેઠને બોલાવી લાવવા માણસ મોકલ્યો. સિંહ જવાબદારી સંભાળી શકે એવો ભરોસો રાજાને હતો. તેથી કુંવર ભીમ સાથે સિંહ શ્રેષ્ઠીને મોક્લવા મનથી નક્કી કર્યું હતું. સિંહ દરબારમાં આવતાં જ રાજાએ કહ્યું, “તમારે ભીમ સાથે નાગપુર જવાનું છે. ત્યાંના રાજા નાગચંદ્રે તેમની રત્નમંજરી નામની કન્યા આપણા ભીમ સાથે પરણાવવા નક્કી કર્યું છે અને તેમનો દૂત આ માટે આપણી પાસે આવેલો છે. તો તમે ભીમને લઈને નાગપુર જઈ યોગ્ય કરો.’'
સિંહ શ્રેષ્ઠી આ સાંભળી વિચારમાં પડી ગયા. એટલે ઉત્તર તરત ન આપી શક્યા. રાજાજીએ પૂછ્યું : “શો વિચાર કરો છો? શું તમને આ સંબંધ ન ગમ્યો?’ શેઠે કહ્યું – ‘‘રાજાજી! એવું કાંઈ નથી. માત્ર મારા વ્રતની વાત છે. મેં સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org