________________
[૪૦]
રજી સાથ્વી
શ્રી જૈનશાસ્ત્રમાં એક પ્રસંગ ટાંકતાં કહ્યું છે કે શ્રી મહાવીર ભગવાને એક વાર દેશનામાં કહ્યું કે, “માત્ર એક જ કુવાક્ય બોલવાથી રજા નામક આર્યા (સાધ્વી) ઘણું દુઃખ પામી.” આ સાંભળી ભગવાન મહાવીરદેવના પ્રધાન શિષ્ય શ્રી ગૌતમસ્વામીએ વંદના કરી વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું, “ભગવાન! કોણ હતી એ રજ્જા સાથ્વી, જેણે વચન માત્રથી આવું ઘોર પાપ ઉÍજન કર્યું કે તેનો દારુણ વિપાક આપના શ્રીમુખે સાંભળી ગ્લાનિ થાય છે?”
રજ્જા સાથ્વીનું જીવન સંક્ષેપમાં જણાવતાં ભગવાને કહ્યું, “સાંભળ, ગૌતમ! ઘણા વખત પહેલાંની આ વાત છે. આ ભરત ક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય મહારાજ વિચરતા હતા. તેમના સમુદાયમાં તેમના આજ્ઞાવર્તી પાંચસો સાધુમહારાજ અને બારસો સાધ્વીઓ હતાં. તેમના સંઘાડામાં ત્રણ ઉકાળાવાળું ઊનું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એમ ત્રણ પ્રકારનું પાણી લેવાતું હતું. તે સિવાયનું પાણી વાપરવાનો ત્યાં વ્યવહાર નહોતો. તેમના સમુદાયમાં રજ્જા નામનાં ઉત્કૃષ્ટ તપ-સંયમ આચરનારાં એક સાધ્વી હતાં. પૂર્વકર્મના ઉદયથી તેમને દુષ્ટ કોઢનો વ્યાધિ થયો. કોઈ સાધ્વીએ તેમને પૂછ્યું, “ઓ દુષ્કર સંયમ-તપને આચરનારી! તમને આ શું થયું?” પાપોદયવાળાં રજા સાધ્વીએ કહ્યું, “આપણે ત્યાં જે પાણી વ્યવહારમાં લેવાય છે ને, તેથી મારા શરીરની આવી દશા થઈ.” આ સાંભળી એક પછી એક બધી સાધ્વીઓએ વિચાર કરી લીધો કે “આપણે આવું ઉકાળેલું પાણી ન લેવું.” છતાં તેમાંનાં એક સાધ્વીએ વિચાર્યું કે “શરીરનું ગમે તે થાય, ગમે તેવા વ્યાધિ થાય, કદાચ શરીર નષ્ટ પણ થાય, પણ હું ઉકાળેલું પાણી તો નહીં જ છોડું. પરમ-દયાળુ ભગવાન તીર્થકરોએ ઉકાળેલું જળ પીવાનો અનાદિ-અનંત ધર્મ ફરમાવ્યો છે. અમૃત પીવાથી મૃત્યુ થાય જ નહીં. આ રજા સાધ્વીને વ્યાધિ પાણીથી નહીં પણ પૂર્વના પાપકર્મને લીધે થયેલો છે. છતાં આ વાત વિચાર્યા વિના, અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org