________________
[૪૨] શઐભવસૂરિ
શ્રી જંબુસ્વામીની પાટે શ્રી પ્રભવસૂરિ બિરાજમાન થયા. શ્રી પ્રભવસૂરિ પોતાની પાટ પર બેસાડવા માટે કોઈ યોગ્ય શિષ્ય માટે વિચારતા હતા. આવો કોઈ યોગ્ય શિષ્ય પોતાના શિષ્ય પરિવારમાં કે ગચ્છમાં જોવા મળ્યો નહિ. આથી તેમને શ્રુત-દષ્ટિનો ઉપયોગ કર્યો. આથી તેમણે જાણ્યું કે રાજગૃહી નગરીમાં રહેતો શય્યભવ નામનો બ્રાહ્મણ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય જણાયો. આથી શ્રી પ્રભવસૂરિ રાજગૃહી ગયા.
શઠંભવ બ્રાહ્મણ રાજગૃહીમાં યજ્ઞકર્મ કરાવતો હતો. તેને પ્રતિબોધ પમાડવા શ્રી પ્રભવસૂરિએ બે શિષ્યોને યજ્ઞસ્થળે મોકલ્યા. ગુરુની આજ્ઞા પ્રમાણે યજ્ઞસ્થળે પહોંચી આ બે શિષ્યો એક શ્લોક બોલ્યા : “અહો કષ્ટમો કષ્ટ તત્ત્વ ન જ્ઞાયતે પર.” (અરે! આ તે કેવી કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે પણ તે પરમતત્ત્વને જાણતો નથી.) આટલું બોલીને બન્ને શિષ્યો ત્યાંથી ચાલ્યા ગયા. - શય્યભવ એ શ્લોક સાંભળી વિચારમાં પડી ગયો – “શું હું મહાકષ્ટ કરું છું, છતાંય પરમતત્ત્વને નથી જાણતો? આ પરમતત્ત્વ શું હશે? આ સાધુઓને એવું અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન ન હોઈ શકે, તો પછી હવે મારે યજ્ઞાચાર્યને જ તત્ત્વ વિષે પૂછવું જોઈએ.”
યજ્ઞાચાર્યને પૂછતાં તેમણે કહ્યું : “હે વત્સ! તું સંદેહ ન કર. યજ્ઞ જ તત્વ છે.” પરંતુ શય્યભવને તેથી બરાબર સમાધાન થયું નહીં. તેથી પેલા બે સાધુઓની શોધ કરતો કરતો તે પ્રભવસૂરિ પાસે આવ્યો. પૂર્વઘટના કહી પૂછ્યું: પરમતત્ત્વ શું છે?” સૂરિજીએ કહ્યું: “હે ભદ્ર! આ પરમતત્ત્વને તો તને તારા યજ્ઞાચાર્ય જ કહેશે, પણ આ માટે તારે તેમને ખોટી રીતે ડરાવવા પડશે.”
શઠંભવ યજ્ઞાચાર્ય પાસે આવ્યો. લાલ આંખ કરી, ખડ્ઝ બતાવી, ઊંચા અવાજે કહ્યું: “મને તત્ત્વ શું છે તે કહો, નહિ તો આ ખગ્ગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org