________________
જૈન શાસનના ચમકતા કિનારા ૦ ૧૧૦
બ્રહ્મદત્તને બધી જ જાતનું સુખસાધન અને સંપત્તિ હતી. પણ પાંચ પાંચ ભવનો સાથીદાર ભાઈ ન મળવાથી મન દુ:ખી રહેતું હતું. હજુ કોઈ માસી ટ્રાસા મા હંસા, વાંડા મા નહાની પાદપૂર્તિ કરનાર કોઈ મળ્યું નહીં એની ઉદાસીથી મન વ્યથિત રહેતું હતું.
એક દિવસની વાત. કાંપિલ્યપુર નગરના બાહ્ય ઉદ્યાનમાં એક માળી છોડને જળ સીંચી રહ્યો હતો અને પેલી અર્ધી ગાથા એના મુખમાં રમી રહી છે. એ અપૂર્ણ ગાથા સાંભળતાં બાજુમાં ધ્યાનમાં ઊભેલા મુનિવર ચમકી ઊઠ્યા, “ઓહ આ તો મારા જ પૂર્વજન્મોનો વૃતાંત! લાગે છે કે મારા સાથીદારે મને શોધવા આ ગાથા રચી છે. તેઓ માળી સમીપ આવ્યા અને ગાથાનો પૂરો ઈતિહાસ મેળવી લીધો. એમને પૂર્ણ ખાતરી થઈ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે જ મારો સાથી છે. મુનિવરે તરત જ એ અપૂર્ણ શ્લોકની પૂર્તિ કરી : માનો છઠ્ઠિયા ના અન્ન મન્ના ના વિUTI (ઉત્તરાધ્યયન સૂત્ર) અર્થાત્ જે આસક્તિના કારણે અમે એકબીજા વિના જુદા જુદા ઉત્પન્ન થયા એ આ છઠ્ઠો જન્મ છે. મુનિવરે એ અર્ધગાથા માળીને સુપ્રત કરી. માળી તો રાજી રાજી થઈ ગયો. આ પૂર્તિ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સંભળાવીશ, અને અર્થે રાજ્ય મળી જશે. તે તો દોડ્યો રાજમહેલે. બધી જાતની દ્વાર ઉપર સુરક્ષા હતી. સેવકો ઊભા હતા. તેમને હર્ષભર વાતો કરી પહોંચ્યો બ્રહ્મદરની પાસે. ચક્રવર્તી કથાની પાદપૂર્તિ સાંભળી અવાક થઈ ગયા. ચોક્કસ આ જ મારો પાંચ જન્મનો સાથીદાર! પણ એના દેદાર જોઈ દુઃખી થઈ ગયા મારા સાથીના આ હાલ? શા કામની મારી સમૃદ્ધિ? ઓહ, એમ ચીસ પાડી મૂચ્છિત થઈ ભૂમિ પર પડી ગયા.
ચક્રવર્તી ભૂમિ પર પડી જતાં જ માળી ધ્રૂજી ઊઠ્યો : રે! આ ગાથાની પંક્તિમાં મુનિવરે કોઈ મંત્ર ભર્યો છે, નહિ તો રાજા મૂચ્છિત કેમ થઈ જાય? ના, મારે સાચી વાત જણાવી દેવી જોઈએ. નહીં તો પુરસ્કારને બદલે કોઈ મોટી પીડા પ્રાપ્ત થઈ જશે. ભયંકર ભયની ભ્રમણામાં એ થરથરી ઊઠ્યો.
થોડી ક્ષણોમાં ચક્રવર્તી કંઈક સ્વસ્થ થયા. માળીએ ક્રૂજતાં ધ્રૂજતાં હાથ જોડી કહ્યું“મહારાજ! આ ગાથાની રચના મેં નથી કરી.”
હૈ? તો પછી આ ગાથા તને કોણે આપી?” ચક્રવર્તીએ પૂછ્યું. માળીએ કહ્યું, “મને આ ગાથા એક મુનિવરે કહી છે, જેઓ આજ જ ઉદ્યાનમાં પધાર્યા છે. સાચી હકીકત જણાવી હાથ જોડી ઊભો રહ્યો. ચક્રવર્તી આનંદિત થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org