________________
[૩]
પ્રજાપાલ અને સુમિત્ર
ચંદ્રિકા નામની નગરીમાં પ્રજાપાલ નામે રાજા હતો. તેને સુમિત્ર નામે મંત્રી હતો. આ રાજા અને મંત્રી વચ્ચે લગભગ રોજ ધર્મના પ્રશ્નો અંગે ચર્ચા થતી. રાજાને ધર્મ ઉપર જરાય શ્રદ્ધા ન હતી. આથી ધર્મતત્ત્વોની તે મજાક ઉડાવતો અને મંત્રીને વિચિત્ર પ્રશ્નો પૂછી તેને મૂંઝવવાનો કે નિરુત્તર કરવાનો પ્રયત્ન કરતો. એક દિવસ રાજાએ મંત્રીને પૂછ્યું, “મંત્રીવર્ય! તમે આ દેવપૂજામાં શા માટે મોહ રાખો છો?”
મંત્રીએ સામો પ્રશ્ન કર્યો - “હે રાજન! પૂર્વભવમાં કશું પુણ્ય બાંધ્યા વિના તમે રાજા કેમ થયા, અને અમે તમારા સેવક કેમ થયા? આપણે બધા સમાન કેમ નથી?”
રાજા : “પથ્થરની એક શિલા છે. તેના બે કટકા કરવામાં આવે છે. એમાંથી એક કટકો ભગવાનની મૂર્તિ બને છે અને બીજો કટકો પગથિયું બને છે. તો આમાંથી કોણે પુણ્ય કર્યું હશે અને કોણે પાપ? મારા મતે તો માત્ર સ્થાનક ઉપરથી જ ન્યૂનતા અને વિશેષતા ગણાય છે.”
રાજાની આ દલીલનો રદિયો આપતાં મંત્રીએ કહ્યું - “રાજન! એવું નથી. તમારું આમ માનવું યોગ્ય નથી. કેમ કે તે જડ છે. જડ વસ્તુના ઉત્કર્ષ કે અપકર્ષની પાછળ તેના માલિક કે ઉપભોક્તાનાં પુણ્ય પાપ ભાગ ભજવતાં હોય છે. બીજું, તે પથ્થરમાં પણ એકેન્દ્રિય જીવ હોય છે. તેમાંના એક ખંડમાં રહેલા જીવે પૂર્વભવમાં મોટું પુણ્ય ઉપાર્જન કરેલું તેથી તે ભગવાનની પ્રતિમા બને છે અને તે પુજાય છે જ્યારે શિલાના બીજા કટકામાં રહેલા જીવે પૂર્વે પાપકર્મ બાંધેલું હોય છે, તેથી તે પગથિયું બને છે અને તેમાં રહેલા સ્થાવર પૃથ્વીકાયના જીવો વર્ષો સુધી તાડન, ઘર્ષણ વગેરે અનેક દુઃખ-કષ્ટને પામે છે.”
રાજા કહે : “મંત્રી! તમારી વાત સાચી હોય તેમ મને તો લાગતું નથી. મને તે વાત ઉપર વિશ્વાસ નથી બેસતો. હું તો પ્રત્યક્ષ ફળ જોઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org