________________
[૩૪]
બ્રહ્મદત્ત ચક્રવર્તી
મહારાજ બ્રહ્મદત્ત પોતાના મહેલ વસંતભવનમાં આનંદપ્રમોદમાં વિતાવતા હતા.
એક દિવસ તેઓ સૂતા હતા ત્યારે કંઈક વિચારમાં અટવાઈ ગયા. કંઈક યાદ આવે, કંઈક વિસરાય એવી સુષુપ્ત દશામાં પોતાનો સમગ્ર જીવનપટ જોઈ ગયા. ક્ષણો બાદ તેઓ બેશુદ્ધ બની ગયા. અંતરમાં જાતિસ્મરણ જ્ઞાનની જ્યોત ઝળહળી અને પોતાના પાંચ પાંચ ભવોની ઘટનાઓ મનઃચક્ષુ સમક્ષ ઊપસી આવી.
પ્રથમ ભવનું દૃશ્ય દેખાય છે - દશાર્ણ નામે દેશમાં એક દાસપુત્રરૂપે મારો જન્મ થયો છે. મારે એક બંધુ પણ છે. અમારી બન્નેની પ્રીત અદ્ભુત છે. એકબીજા વિના ચાલતું નથી. રમવામાં કે ફરવામાં, જમવામાં કે ઝઘડવામાં, સુખમાં કે દુઃખમાં સાથે ને સાથે, ક્યારેય જુદા પડવાની વાત નહીં જીવનપર્યત એ ઝિંદાદિલી જાળવી રાખીને અમે મોતને મર્દાનગીથી માપ્યું.
હવે, આગળ દૃષ્ટિ પર બીજો ભવ દેખાય છે – કાલિંજર નામનો પર્વત છે. શું એની વિશાળતા, રમણીય ગિરિમાળાઓ અને ભયંકર ખીણો! નાનાં નાનાં ઝરણાં અને ભેંકાર ભેખડો! એવા પર્વતની ગોદમાં અમે બન્ને મૃગરૂપે જમ્યા. સંગીત સંભળાય ત્યારે અમે તાનમાં આવી જતાં. બન્ને સાથે દોડતારમતા. એક દિવસ સંગીત સાંભળતાં તેના સૂરે ડોલતા અમે કોઈક શિકારીના બાણે વીંધાઈ ગયા. “આહ એવી ચીસ પડાઈ ગઈ.
અને મનસૂષ્ટિ આગળ ત્રીજો ભવ દેખાયો –
મૃતગંગા નામે નદી છે. નિર્મળ એના કિનારે અમારા બન્નેનો હંસરૂપે જન્મ થયો. શુભ્ર અમારો દેહ અને મોહક સ્વરૂપ. સ્વેચ્છાએ જળવિહાર કરતાં લોકો અમને જોઈ જ રહેતા. કોઈક અમને પકડી લેવાની કોશિશ કરતા પણ અમે એવા ચતુર કે ક્ષણમાં દૂર નીકળી જતા. કાળ વહેતો રહ્યો. અને એક દિવસ અમારો આતમહંસ વિદાય થઈ ગયો! કોઈકની જાળમાં ફસાઈ ગયા અને અમારા બન્નેનું પ્રાણપંખેરું ઊડી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org