________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૯૮
તો હે ભગવંત! હું હવે શેની આરાધના કરું, જેથી મને આથીય વિશેષ અસાધારણ ફળની પ્રાપ્તિ થાય?”
આચાર્ય ભગવંત બોલ્યા: “હે મહાનુભાવ! જે પર્વની આરાધનાથી તમને આવો અચિંત્ય લાભ થયો છે તે જ પર્વની આરાધના આ ભવે પણ તમે રૂડી રીતે કરો. કારણ કે જે ઔષધથી વ્યાધિ જાય તે જ ઔષધ બીજી વાર પણ એ જ વ્યાધિ માટે લેવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે – માગસર માસની સુદ અગિયારસનું જે અગિયાર વરસ સુધી વિધિપૂર્વક આરાધન કરે છે તે શીધ્ર મુક્તિને પામે છે.” આ માગસર સુદ અગિયારસને મૌન એકાદશી કહેવાય છે.
સુવ્રત શેઠે ત્યાર પછી ઘણા ઉલ્લાસથી મૌન એકાદશી પર્વનું આરાધન શરૂ કર્યું. આવા એક દિવસની વાત છે. સુવ્રત શેઠે સપરિવાર ઉપવાસ અને મૌનપૂર્વક મૌન એકાદશીએ પૌષધ કર્યો. બધા પૌષધશાળામાં હતા. તેમનું ઘર આથી સૂનું હતું. ચોરોએ આ તકનો લાભ લીધો. ઘરમાં ઘૂસી જઈને જેટલું બંધાય તેટલું બાંધવા માંડ્યું. પોટલાં બાંધી માથે મૂકીને ઘરબહાર નીકળવા લાગ્યા. પરંતુ આશ્ચર્ય! કોઈ ચોરથી એક ડગલું આગળ વધી શકાયું નહીં. બધા જ ચોર
ખંભિત બની ગયા. ન હાથ હલાવી શકાય, ન પગ છૂટો કરી શકાય. આ વેદનાથી તેઓ ચીસો પાડી ઊઠ્યા, ચીસો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા. જોયું તો બધા ચોરો. તેમણે તરત રાજાને ખબર આપી. રાજાએ કોટવાળને દોડાવ્યા. કોટવાળ અને બીજા સીપાઈઓએ બધાને બાંધી લીધા અને કારાવાસમાં લઈ જવા ખેંચ્યા. દોરડું ખેંચાતાં જ બધા ચોરો આપોઆપ ચાલવા લાગ્યા.
સુવ્રત શેઠ સપરિવાર સવારે ઘરે આવ્યા. રાતની બધી વિગતની તેમને જાણ થઈ. આ માટે તેમને વ્રતની અનુમોદના કરી. આ મૌન એકાદશી વ્રતનો જ પ્રભાવ કે ચોરો એક તણખલું પણ ન લઈ જઈ શક્યા! વળી સુવ્રત શેઠને વિચાર આવ્યો : “ચોર બધા રંગે હાથ પકડાઈ ગયા છે. આથી રાજા જરૂર તેમનો વધ કરશે. નહિ, નહિ, તેમને બધાને મારે બચાવી લેવા જ જોઈએ અને સુવ્રત શેઠ વિના વિલંબે રાજા પાસે પહોંચ્યા. તેઓ મારા નિમિત્તે જ પકડાયા છે. એટલા માટે તેમને બચાવવા જોઈએ. તેમણે રાજાને ભેટશું ધર્યું અને ચોરોને હેમખેમ છોડી મૂકવા માટે આગ્રહભરી વિનંતી કરી, અને તેઓને સહીસલામત છોડાવી ઘરે આવી પછી જ તેમણે ઉપવાસનું પારણું કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org