________________
[૩૦]
ધર્મવીર
વેદધર્મી નામના આચાર્ય શ્રી કુંથુનાથના શાસનના સમયે વિચરતા હતા. તેમની પાસે ધન્ના નામના વણિકે દીક્ષા લીધી. ગુરુએ “ધર્મવીર' નામથી તેમને વિભૂષિત કર્યા.
થોડા સમય બાદ ગુરુજીએ તેમને બીજા શિષ્યો સાથે વિચરવા આદેશ આપ્યો. મુનિ ધર્મવીર ગુર્આજ્ઞા સ્વીકારી બીજા શિષ્યો સાથે વિચારવા લાગ્યા. શરૂઆતમાં સંયમમાર્ગ અમૃત જેવો મધુર લાગ્યો, પણ થોડા સમય બાદ એ માર્ગ કઠિન લાગવા માંડ્યો. એટલે એમાંથી છૂટવા ખોટાં નખરાં કરવા લાગ્યા અને વહેવારમાં તો એમ જ ચાલે એમ મન સાથે સમાધાન કરી સાથેના મુનિઓને પજવવા લાગ્યા. બીજા મુનિઓ જેમ કંટાળતા ગયા તેમ તેમ ધર્મવીર રાજી થતા ગયા. તે માનતા કે મારાથી કંટાળી મને ચારિત્ર્યમાંથી છૂટો કરી દેશે.
આખરે સાથેના મુનિઓ કંટાળ્યા અને ધર્મવીરને કહી દીધું કે તમે ગુરુદેવ પાસે જાઓ અને તેઓ જેમ કહે તેમ કરો, તેથી તમારું કલ્યાણ થશે.
મુનિ ધર્મવીર પહોંચ્યા ગુરુજીની પાસે અને કહ્યું, “હે ગુરુદેવ! આપનો પંથ ઘણો જ કઠણ છે. આ માર્ગે મારા જેવો પામર જીવ ચાલી શકે એમ નથી, માટે મને સંયમ-જીવનમાંથી છૂટો કરો.” ગુરુએ કહ્યું, “હે ધર્મવીર! સાંભળ. દુખ સહ્યા વગર સુખ મળતું નથી. વળી આવાં દુઃખો તો આપણા જીવે પહેલાં પણ ઘણાં ભોગવ્યાં છે. આ દુઃખ તો કોઈ હિસાબમાં નથી. માટે સમતા રાખી મહામૂલા એવા ચારિત્ર્યધર્મથી પતન ન પામ.” આ પ્રમાણે સતત સમજણ આપવા છતાં ધર્મવીર સમજ્યા નહીં, અને એક દિવસ ગુરુની શિખામણને કુકરાવી ભાગી ગયા અને પોતાનો જુદો પંથ ફેલાવવા લાગ્યા. કાળક્રમે લોકોમાં પ્રસિદ્ધિ તો મળી, પણ થોડા સમય બાદ દુષ્કૃત કર્મોના ઉદયથી ભયંકર રોગોથી શરીર ઘેરાઈ ગયું પરિણામે એ ઘણા જ દુઃખી થયા. સેવા કરનાર કોઈ રહ્યું નહીં. બધા તેમને નવો પંથ ફેલાવવા બદલ ધુત્કારવા લાગ્યા. આથી એ ઘણો જ પસ્તાવો કરવા લાગ્યા પણ કર્મ આગળ કોનું ચાલે? આખરે થાકીહારીને પાછા ગુરુ પાસે આવ્યા અને પોતે કરેલ અપકૃત્યની માફી માગી. ગુરુ તો મહા સમતાધારી હતા. તેમણે ધર્મવીરને કર્મ કોઈને છોડતું નથી એ વાત જુદી જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org