________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૧૦૨
રીતે સમજાવી, સુખનો અનુભવ કરવો હોય તો સમતા રાખી બધું સહન કરવા બોધ આપ્યો અને બાજુના નગરમાં ભગવાન કુંથુનાથ ભવ્ય જીવોને બોધ આપી રહ્યા છે ત્યાં તેમની પાસે જવા કહ્યું, અને ભગવાનની વાણી તમારો ઉદ્ધાર જરૂર કરશે તેમ સમજાવ્યું.
રોગથી પીડાતો ધર્મવીર ગુરુની આજ્ઞા માન્ય રાખી ભગવાન કુંથુનાથની પાસે પહોંચ્યો. ભાવપૂર્વક વંદના કરી, પોતાની વીતક કથા કહેતાં કહ્યું: “હે ભગવાન! હું અત્યારે કયા કર્મના ઉદયથી પીડામાં સપડાયો છું?” ભગવતે કહ્યું, “અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. અગાઉના ભવમાં તે ઘણા જીવોને દુઃખી કર્યા છે, જેના ઉદયથી આજે તને દુ:ખ પીડી રહ્યું છે અને હજી પણ તું સમતા રાખી સહન નહીં કરે તો ભાવિમાં અનંતકાળ દુઃખી રહેવાનો. માટે જે સ્થિતિમાં હોઈએ અને જે કાંઈ કર્મને લીધે મળે તેમાં જ સમતા રાખવી, જેથી જીવ ઉત્તરોત્તર શાતા ભોગવે છે અને કાળક્રમે કર્મરહિત થઈ સિદ્ધ અવસ્થાને પામે છે.”
ભગવાનની સારયુક્ત ધર્મવાણી સાંભળી ધર્મવીર ઘણો રાજી થયો અને પૂછ્યું, “હે ભગવાન! હું આગળ કઈ ગતિમાં હતો? તેમ આ ભવે મને સંયમ મળ્યો છતાં કેમ શુદ્ધ ચારિત્ર્યથી કંટાળ્યો?” કરુણાના સાગર ભગવંતે કહ્યું -
અગાઉના ભાવમાં હે ધર્મવીર! તું એક રાજાના સારથીનો દીકરો હતો. તું એક વખત તારા બાપ સાથે ફરવા નીકળ્યો હતો ત્યાં દૂરથી આવતા શુદ્ધ સાધુના સમૂહને જોઈ લંગમાં કહેવા લાગ્યો - હે પિતાજી! જુઓ જુઓ, પેલું ધૂતારાઓનું ટોળું આવે છે. એમને નમસ્કાર કરો. બસ આ જ કર્મ તને ચારિત્ર્ય ભ્રષ્ટ કર્યો. પરંતુ સાથે “નમસ્કાર' શબ્દ વાપરેલો એટલે સંપૂર્ણ ચારિત્ર્યનો ત્યાગ ન કર્યો. તો તે ધર્મવીર! જેવી વાણી આપણે ઉચ્ચારીએ તેના તેવા જ પડઘા પડ્યા વિના રહેતા નથી. હજી બાજી હાથમાં છે. શુદ્ધ ચારિત્ર્ય પાળી તું કર્મરહિત થઈ શકે છે.”
ભગવંતની ભવ્ય વાણી સાંભળી પોતાનાં દુષ્કૃત કર્મોને નિંદતો, ફરીથી ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી કર્મો ખપાવવા એકાંતમાં ધર્મવીર ચાલી ગયા. ત્યાં સર્વ જીવોને મન-વચન તથા કાયાથી ખમાવી, અન્નજળનો ત્યાગ કરી, મરણપર્યંતના અનશનનું પચ્છખાણ કરી ધ્યાનમાં ઊભા રહ્યા. સારાનરસા ઉપસર્ગો સહેતાં સહેતાં બધાં કર્મોને ખપાવી આયુષ્ય ક્ષય થતાં બાધારહિત મુક્તિપદને પામ્યા.
-
- -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org