________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૦
વિમળ શાહે એક છોકરીને સામે ઊભી રાખીને રાજાને કહ્યું, “આ છોકરીએ કાનમાં કડી પહેરી છે. જુઓ તેનું નિશાન લઉ છું. તેના કાનને કોઈ ઇજા ન થાય તેવી રીતે તે વીધું છું જુઓ, અને બધાના આશ્ચર્ય વચ્ચે તે કાનની કડી દૂરથી બાણ મારી વીંધી બતાવી. આવા આશ્ચર્યજનક બીજા બે-ત્રણ પ્રયોગો બતાવી રાજાની શાબાશી મેળવી.
રાજા ભીમદેવે આ પરાક્રમો જોઈ વિમળ શાહને પ00 ઉચ્ચ કોટીના ઘોડેસવારો સાથે રક્ષામંત્રીનું પદ સોપ્યું. તથા તેમના નાના ભાઈ મેઢને સલાહકારના પદ ઉપર નિયુક્ત કર્યા.
થોડા જ દિવસમાં બન્ને ભાઈરાજાના આદરપાત્ર બની ગયા. રાજ્યકારભાર સાથે વિમળ શાહની ધર્મભાવના પણ વધતી ચાલી. તેમના મકાનમાં જૈન મંદિર બનાવ્યું અને કોઈને પણ નમતાં પહેલાં પરમાત્માને પહેલા નમસ્કાર થવા જોઈએ એ માટે પોતાની વીંટી ઉપર ભગવાનની મૂર્તિ કોતરી રાખી હતી. જેથી કોઈને પણ નમસ્કાર કરવા નમે તો આંગળી ઉપરની પ્રતિમાને પહેલા નમન થાય.
ધીરે ધીરે વિમળ શાહની કીર્તિ વધતી ગઈ. આથી કેટલાક ઈર્ષાળુથી આ જોયું નહોતું જતું. તેથી તેમણે રાજા ભીમદેવના કાન ભંભેરવા માંડ્યા. “વિમળ શાહ બહુ અભિમાની છે. એ કોઈને નમસ્કાર નથી કરતા. ફક્ત તેમની આંગળી ઉપર રાખેલી વીંટી ઉપર કોતરેલ મૂર્તિને જ નમે છે. એણે હાથી-ઘોડા તથા અસ્ત્રશસ્ત્રો ભેગા કર્યા છે અને એક દિવસ રાજા ભીમદેવ પાસેથી રાજ્ય પડાવી લેશે.” વગેરે વગેરે. ભીમદેવને પણ આમાં સત્ય દેખાયું એટલે રાજ્યસભામાં વિમળ શાહને કહ્યું, “મંત્રી! તમારું ઘર તો કોક દિવસ બતાવો? મંત્રીશ્વરનું હૃદય તો નિર્મળ હતું. તેમને ચોખ્ખા દિલથી જણાવ્યું. પધારો મહારાજ!!મારા અહો ભાગ્ય. આપ જેવાની ચરણરજ મારા આંગણે ક્યાંથી?
રાજા ભીમદેવ બીજે દિવસે વિમળ શાહના ઘરે પધાર્યા. રાજા વિમળ શાહનો મહેલ જોઈ આશ્ચર્ય પામી ગયા. મહેલ જોયા બાદ રાજા જમવા બેઠા. સોનાના થાળમાં રાજાજીને ભીમદેવે જમાડ્યા. વિમળ શાહનું આ ઐશ્વર્ય જોઈ ભીમદેવને મનમાં થયું, આને મારું રાજ્ય પડાવી લેવું એ તો ડાબા હાથના કામ જેવું છે. જો રાજ્ય બચાવવું હોય તો વિમળ શાહને મારી નંખાવવો જોઈએ એવું મનથી નક્કી કર્યું.
હવે શી રીતે વિમળ શાહને ખતમ કરવો તે અંગે રાજા વિચારવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org