________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૪
વાવમાં પીવા માટે પાણી લેવા વિમળ શાહ પાસે હતો તે લોટો લઈને ગયા. વાવનાં પગથિયાં ઊતરતા હતા ત્યાં જ, કોક બોલ્યું “સબૂર! પાણીના પૈસા ચૂકવી પછી પાણી લેજો.” વિમળ શાહ આ સાંભળી ચોંકી ઉઠ્યા. બાજુમાં જોયું તો એક ભાઈ ઊભો હતો. તેણે કહ્યું, “મારા દાદાએ આ પરબ બંધાવી છે. વાંચો આ તકતી – “પાણીના પૈસા આપી પછી પાણી લ્યો.”
વિમળ શાહે કહ્યું, “અરે ભાઈ! પાણીના તે કંઈ પૈસા હોય?” પેલા જુવાને કહ્યું, “મારા બાપ દાદાની આ વાવ હોવાથી આ મારી માલિકીની છે. એમાંથી પાણી લેવું હોય તો કર આપવો જ પડે.”
નછૂટકે પૈસા આપી વિમળ શાહે પાણી પી લોટો શ્રીદેવી માટે ભર્યો. પણ મન અશાંત થઈ ગયું. વિચારી રહ્યા, આવું તે હોય? કોઈ પુણ્યશાળીએ પરમાર્થ કાજે આ વાવ બાંધી છે. તેમના વારસો આના પૈસા ઉઘરાવે છે. આવા કપૂતો પણ પાકે?
પાણી પી સુધા બન્નેએ શાંત કરી. શ્રીદેવીને બધી વાત કરી કહ્યું, “આપણે સંતાનની ઇચ્છા તો છે. પણ સંતાન જો આવા કપૂત પાકે તો?” - શ્રીદેવી કહે ના ના આવાસંતાન કરતાં તો સંતાન ન હોય તે સારું. આપણું કર્યું - કારવ્યું ધૂળધાણી કરી નાખે. આબુના દહેરાસરના બારણે બેસી દર્શનાર્થીઓ પાસે પૈસા ઉઘરાવી આપણું નામ બોળે તો? અને નિશ્ચય કર્યો, “માતાજી પાસે સંતાન ન થાય તેની જ માગણી કરવી.”
મધરાતને ૨ મિનિટ બાકી છે. બન્ને જણ માતાજીની મૂર્તિ સન્મુખ બેઠા બરાબર મધરાતે બારના ટકોરે નારીયેળ સાત વધેર્યા, અને ચૂંદડી મૂર્તિને ઓઢાડી. માતાજી સાક્ષાત પ્રગટ થયાં અને શ્રીદેવીને કહ્યું, “માગ દીકરી માંગી લે વરદાન.”
શ્રીદેવી ધીમેથી બોલ્યાં – “માતાજી એટલું જ માગું છું. ન દેજો સંતાન અમોને!”
માતાજી બોલ્યાં - “અરે કંઈ ભાન છે કે નહીં? શું માગવા આવી છો અને શું માગે છે?” શ્રીદેવી કહે – “હા માતાજી! બીલકુલ ભાનમાં છું અને માગું છું અમને કોઈ સંતાન ન હોજો.”
કુળદેવીએ વિમળ શાહ સામે જોયું, અને વિમળ શાહે કહ્યું, “માતાજી વરદાન માગીએ છીએ, અમને વાંઝીયા રાખજો.” માતાજી બોલ્યા “તથાસ્તુ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org